www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટી-20 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટર અને IPLમાં શાનદાર


પ્રદર્શન કરનાર જેક ફ્રેઝરને ઓસિ. ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે રાખશે!!

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.21
આઇપીએલમાં પોતાની વિસ્ફોટક બેટિંગ બતાવનાર ઓસ્ટ્રેલિયન બોલર જેક ફ્રેઝર-મેકગર્ક અને મેથ્યુ શોર્ટ ટી-20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાના રિઝર્વ આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.

મેકગર્ક, જેણે હજી સુધી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું ડેબ્યુ કર્યું નથી, તેને ટી-20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન મળ્યું નથી, કારણ કે ટીમ પાસે પહેલાથી જ ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ અને કેપ્ટન-મિશેલ માર્શ જેવા ટોચના ત્રણ સ્થાનો માટે છે.

બેટિંગ ઓલરાઉન્ડર શોર્ટ ઓસ્ટ્રેલિયા માટે છેલ્લી 14 ટી-20 મેચોમાંથી નવ રમી ચૂક્યા છે. આમાંથી પાંચમાં તેણે ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને છેલ્લી બે સિઝનમાં તે ઓસ્ટ્રેલિયાની વૈશલીગ પર રમી ચૂક્યો છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ ગુરૂવારે વેસ્ટ ઇન્ડિઝ જવા રવાના  થશે. તેમને ત્રિનિદાદમાં 28 અને 30 મેના રોજ નામિબિયા અને વેસ્ટ ઇન્ડિઝ સામે બે પ્રેક્ટિસ મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ મેચ 5 જૂને વારવાડોસમાં ઓમાન સામે રમવાનું છે.

સેમીને આશા છે
એન્ટીગુઆ: ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આજ સુધી કોઇ યજમાન ટાઇટલ જીતી શક્યું નથી, પરંતુ વેસ્ટ ઇન્ડિઝને બે વખત ટી-20 ચેમ્પિયન બનાવનાર ડેરેન સેમી આ વખતે આ માન્યતાને તોડવાની આશા રાખે છે.

સેમીએ કહ્યું, ‘અમે જાણીએ છીએ કે વિજેતા ટીમ કેવી રીતે પસંદ કરવી. અમે આ પહેલા પણ કર્યું છે અને આ વખતે પણ અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે ઓસ્ટ્રેલિયામાં જ ગત વર્લ્ડકપથી તૈયારીઓ શરુ કરી દીધી હતી.’

 

Print