www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જાણીતા રાજનીતિક રણનીતિકારનું અનુમાન

ભાજપ આ વખતે 303 કે તેથી વધુ સીટો જીતી શકે છે: પ્રશાંત કીશોર


ત્રીજી વાર મોદી પીએમ બનતા જ પેટ્રોલિયમ પદાર્થોને જીએસટીમાં આવરી લેવાશે

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.22
જાણીતા રાજનીતિક રણનીતિકાર અને જય સુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કીશોરે લોકસભાની ચૂંટણીમાં ભાજપ 303 કે તેથી વધુ સીટ જીતશે અને મોદી તેના ત્રીજા કાર્યકાળમાં મોટા ફેરફાર કરશે જેમાં પેટ્રોલિયમ વસ્તુઓ જીએસટીના દાયરામાં આવી શકે છે તે રાજયોની નાણાકીય સ્વાયતતા પર લગામ આવી શકે છે.

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રશાંત કીશોરે જણાવ્યું હતું કે, ત્રીજા કાર્યકાળમાં મોદી સરકાર બન્યા બાદ પેટ્રોલિયમ વસ્તુઓ જીએસટીના ક્ષેત્રમાં આવી જશે. રાજયોની નાણાકીય સ્વાયતતા પર લગામ આવી શકે છે.

પીકેએ જણાવ્યું હતું કે, રાજયો પાસે હાલમાં આવકના ત્રણ મુખ્ય સ્ત્રોત છે. પેટ્રોલીયમ, શરાબ અને જમીન. મને આશ્ચર્ય નહીં થાય કે પેટ્રોલિયમ પદાર્થો જીએસટીના ક્ષેત્રમાં આવે. હાલમાં પેટ્રોલ, ડીઝલ, એટીએફ અને નેચરલ ગેસ જેવા પેટ્રોલિયમ પદાર્થ જીએસટીના ક્ષેત્રની બહાર છે.

પીકેએ આગાહી કરી હતી કે, પીએમ મોદીના નેતૃત્વવાળી ભાજપ સતામાં વાપસી કરી શકે છે.

 

Print