www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગેમઝોનના પીડિતો પ્રત્યે સરકારી તંત્રને સંવેદના ન જાગી?

ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશન સહિતની સરકારી કચેરીઓ ખુલ્લી રહી!


મહાનગરપાલિકામાં તો, વિશેષ પોલીસ બંદોબસ્ત પણ રખાયો...

સાંજ સમાચાર

રાજકોટ, તા.25
ટીઆરપી ગેમઝોનનાં અગ્નિકાંડની આજરોજ પ્રથમ માસિક તિથી નિમિત્તે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન અપાયું હતું. અને આ એલાનને આજે સંપૂર્ણ સફળતા મળી હતી. આજરોજ અગ્નિકાંડમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે વેપારીઓ અને શહેરીજનોએ ભરપૂર સંવેદના દાખવી સજ્જડ બંધ પાળેલ હતો.
રાજકોટની તમામ નાની-મોટી બજારો, વેપારી વર્ગએ આજના બંધમાં સંપૂર્ણ સહકાર આપેલ હતો.

જો કે, આજના બંધની સરકારી કચેરીઓમાં કોઇ અસર જોવા મળી ન હતી. આજે બંધનાં એલાન વચ્ચે ભાજપ શાસિત મ્યુ. કોર્પોરેશન, જિલ્લા પંચાયત તથા બહુમાળી ભવન, કલેક્ટર કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓ ખુલ્લી રહી હતી અને સરકારી અધિકારી તથા કર્મચારીઓએ રૂટીન મુજબ કામગીરી પણ કરી હતી.

ત્યારે પ્રશ્નએ ઉપસ્થિત થાય છે કે, રાજકોટવાસીઓએ તો અગ્નિકાંડનાં મૃતકો માટે સંપૂર્ણ સંવેદના દાખવી, પરંતુ પીડિતો પ્રત્યે સરકારી તંત્રને સંવેદના ન થઇ? ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આજનાં બંધનાં એલાન દરમ્યાન કોંગ્રેસ સરકારી કચેરીઓ બંધ કરાવવા ન આવે તે માટે આરએમસી સહિતની કચેરીમાં વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.

 

Print