www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યુપીમાં હારથી ભાજપ આઘાતમાં: પરાજયનું કારણ જાણવા પાર્ટીએ ટાસ્કફોર્સ બનાવી


ટાસ્કફોર્સના સભ્યો ઘેર ઘેર જઈ તપાસ કરશે કે આખરે કોણે ભાજપની વોટબેન્કમાં છીંડુ પાડયું

સાંજ સમાચાર

લખનૌ,તા.13
લોકસભા 2024ની ચૂંટણીમાં યુપીને મળેલી હારથી ભાજપ હાલ બેચેન છે અને હારનું કારણ જાણવા પાર્ટીએ કમર કસી છે જેના માટે પાર્ટીએ 60થી વધુ લોકોની ટાસ્ક ફોર્સની રચના કરી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી હારથી પાર્ટી આઘાતમાં આવી ગઈ છે. પક્ષને મળેલા ઓછા મતની તપાસ થશે.

ગત ચૂંટણીની તુલનામાં આ વખતે પાર્ટીને લગભગ 9 ટકા ઓછા મત મળ્યા છે. આ ઓછા મતદાનના કારણો જાણવા માથાકુટ શરૂ થઈ ગઈ છે કે આખરે આ વોટ ભાજપમાંથી છટકી કયા ગયો.

આ તપાસ માટે રચાયેલ ટાસ્કફોર્સમાં સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત સ્થાનિક જનપ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવશે. તેના માટે 60 સભ્યોની પસંદગી થઈ છે જે બધા લોકસભા ક્ષેત્રના દરેક વિધાનસભા ક્ષેત્રોમાં હારનું કારણ જાણશે.

ફોર્સના સભ્યો ગામેગામ જઈને એ પતો મેળવશે કે ભાજપના કોર વોટર માનવામાં આવતા ઓબીસી અને દલિતોમાં કયા પક્ષે છીંડુ પાડયું? તે એ પણ જાણશે કે બિન યાદવ ઓબીસી અને બિન જાટવા દલિતોને ભાજપમાંથી ખેંચવા કયા કયા લોકોનો હાથ છે સાથે સાથે અંદરથી ઘા કરનાર પાર્ટીના જ નેતાઓનો પતો લગાવવામાં આવશે.

Print