www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રવિવારે ધોરાજીમાં બીએસએનએલ અને ડીઓટી પેન્શનર્સનું સ્નેહમિલન મળશે


સાંજ સમાચાર

રાજકોટ તા.23

 રાજકોટ ટેલીકોમ ડીસ્ટ્રીકટ સેક્રેટરી શાંતિલાલ કંટેસરીયાની યાદી જણાવે છે કે ધોરાજી સેન વાડી મુકામે તા.26/5/24 રવિવારના સવારના 10થી 13 સુધી રાજકોટ ટેલીકોમ ડીસ્ટ્રીકટના બીએસએનએલ અને ડીઓટી પેન્શનર્સ અને ફેમીલી પેન્સનર્સનું સ્નેહમીલન રાખવામાં આવેલ છે.

 સ્નેહમિલનમાં હાલની બીએસએનએલની પોલીસી, પેન્શનર્સના અવસાન પછી તેમના ફેમીલીને મળવાપાત્ર ફેમીલી પેન્શન ચાલુ કરાવવા માટે કરવાની થતી કાર્યવાહી ખાતાકીય મળતી મેડીકલ સહાય, લાઈફ સર્ટીફીકેટ સબમીટ કરવું, સંપ્ન માઈગ્રેશન વગેરે બાબતની માહિતી આપવામાં આવશે.

 સ્નેહમિલનમાં આવવાની ઈચ્છા હોય તેઓએ પોતાના નામ તા.24/5 સુધીમાં સ્નેહમિલન આયોજકો બી.બી. ચાવડા મો.નં. 94282 61600 અથવા બી.જી. પોપલીયા મો.નં. 94277 23535 અથવા એસ.એચ. કંટેસરીયાને લખાવી દેવા.

Print