www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધમકી-એટ્રોસિટીના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજુર


સાંજ સમાચાર

રાજકોટ તા.22
 સાધુ વાસવાણી રોડ પર રહેતા મનીષભાઈ ગોવિંદભાઈ સોલંકીએ યુનિ. પોલીસ સ્ટેશનમાં આરોપી અલ્પેશભાઈ રામાનુજ વિરૂધ્ધ એટ્રોસીટીની ફરીયાદ કરેલ. આરોપીએ ફરીયાદીને ફોનમાં ધમકી આપેલ કે, અમારી વિરૂધ્ધ અગાઉ ફરીયાદ કરેલ છે તે ખોટી ફરીયાદ કરેલ છે. જે મને યાદ છે.

જેથી હું તને છોડીશ નહીં. અગાઉ મારા વિરૂધ્ધ જે ગુનો દાખલ કરેલ છે તે ગુનામાં હું તારા પગ ભાંગી નહીં નાખું ત્યાં સુધી હાજર થઈશ નહીં. ધમકીનું રેકોર્ડીંગ પોલીસ પાસે રજુ કરતા પોલીસે આરોપી અલ્પેશ રામપ્રસાદ રામાનુજ (રહે. અમદાવાદ) વિરૂધ્ધ એટ્રોસીટી એકટ અંગેનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલમાંથી છુટવા આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

આરોપીના વકીલની મુખ્ય દલીલ એવી હતી કે ફરીયાદ મોડી કરવામાં આવેલ છે. અગાઉ ફરીયાદીએ જે ફરીયાદ દાખલ કરેલ છે તે ખોટી ફરીયાદ કરેલ છે. આરોપીનું કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન થઈ ગયેલ છે. સાથે ટાંકેલા વિવિધ ચુકાદા ધ્યાને લઈ સ્પે. એટ્રોસીટી કોર્ટ આરોપીને જામીન ઉપર મુકત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રઘુવીર આર. બસીયા રોકાયેલ હતા.

Print