www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભારે ઉહાપોહ બાદ પુનાના સગીર ‘કાર ચાલક’ના જામીન રદ્દ


સાંજ સમાચાર

પુણે તા.23
પૂણે સ્થિત જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે બે વ્યકિતનો જીવ લેનાર કાર દુર્ઘટનામાં સામેલ 17 વર્ષના તરુણને આપવામાં આવેલ. જામીન રદ કરી દીધો છે અને તરુણને 5 જૂન સુધી બાલ સુધાર ગૃહમાં મોકલી દેવાયો છે.

બોર્ડે રવિવારે દુર્ઘટનાના કેટલાક કલાકોમાં તરુણને જામીન આપી દીધા હતા અને માર્ગ દુર્ઘટનાઓ પર 300 શબ્દોમાં નિબંધ લખવાનું કહ્યું હતું! લોકોએ બોર્ડના આ નિર્ણયની ટીકા પણ કરી હતી.

પોલીસે બોર્ડમાં રજૂઆત કરી કહ્યું હતું કે, અપરાધની ક્રુર પ્રકૃતિના આધારે આરોપી સાથે સગીર તરીકે નહીં પણ પુખ્ત તરીકે વ્યવહાર કરવાની મંજૂરી માગી હતી. પોલીસે સગીર સામે લાપરવાહીથી વાહન ચલાવવા અને મોટર વાહન અધિનિયમની અનેક જોગવાઈઓ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

Print