www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બાંગ્લાદેશે નેધરલેન્ડ સામે મેળવી જીત, T20 વર્લ્ડ કપમાં શ્રીલંકાની સફર થઇ સમાપ્ત


સાંજ સમાચાર

ન્યુયોર્ક : અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની અણનમ અડધી સદી બાદ રિશાદ હુસૈનની શાનદાર બોલિંગની મદદથી બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપની ગ્રુપ Dની મેચમાં નેધરલેન્ડને 25 રનથી હરાવ્યું હતું. ત્રણ મેચમાં બાંગ્લાદેશની આ બીજી જીત છે અને તેણે સુપર આઠમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. બીજી તરફ શ્રીલંકા માટેનો પ્રવાસ હવે સમાપ્ત થઈ ગયો છે અને તેના માટે આગળ વધવું શક્ય નથી. તેના માટે સુપર 8ના દરવાજા બંધ થઈ ગયા છે. 

બાંગ્લાદેશે શાકિબના 46 બોલમાં નવ ચોગ્ગાની મદદથી અણનમ 64 રનની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 134 રન જ બનાવી શકી હતી. નેધરલેન્ડ માટે સાયબ્રાન્ડ એન્ગલબ્રટે 22 બોલમાં સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે લેગ સ્પિનર રિશાદ હુસૈને શાનદાર બોલિંગ કરી અને ત્રણ વિકેટ ઝડપી અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

ત્રણ મેચમાં બાંગ્લાદેશની આ બીજી જીત છે અને તેણે સુપર આઠમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. આ હાર છતાં નેધરલેન્ડની ટીમ હજુ સંપૂર્ણ રીતે રેસમાંથી બહાર થઇ નથી. જો નેધરલેન્ડ્સ તેની આશા જીવંત રાખવા માંગે છે તો તેણે કોઈપણ કિંમતે ગ્રુપ સ્ટેજની તેની છેલ્લી મેચ જીતવી પડશે. જોકે હવે નેધરલેન્ડ માટે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો છે.

હાલમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ગ્રુપ-ડીમાંથી આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. શ્રીલંકન ટીમની સફર સત્તાવાર રીતે બાંગ્લાદેશની જીત સાથે સમાપ્ત થઈ છે.  શ્રીલંકા ટૂર્નામેન્ટમાંથી બહાર થનારી ત્રીજી ટીમ છે. આ પહેલા ગ્રુપ બીમાંથી નામિબિયા અને ઓમાનની સફર પણ ગ્રુપ સ્ટેજમાં સમાપ્ત થઈ ગઈ છે.

શ્રીલંકાના બે હાર અને એક ડ્રો સાથે ત્રણ મેચમાંથી એક પોઈન્ટ છે. ટીમ પાસે માત્ર એક જ મેચ બાકી છે અને જો શ્રીલંકા આ મેચ જીતવામાં સફળ થાય તો પણ તેના માત્ર ત્રણ પોઈન્ટ હશે જ્યારે બાંગ્લાદેશની ટીમના ચાર પોઈન્ટ છે.

Print