www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લી.નો રૂા.7,450 મિલિયનનો આઇપીઓ બુધવારે 3 જુલાઇ, 2024ના રોજ ખુલશે


સાંજ સમાચાર

બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લી. બુધવાર તા.3 જુલાઇ 2024ના રોજ ઇક્વિટી શેર્સના તેના પબ્લીક ઇસ્યુના સંદર્ભે તેની બીડ-ઇસ્યુ ખોલશે.(પ્રત્યેક રૂા.5ની ફેસ વેલ્યુના) ઇક્વિટી શેર્સની કુલ ઇસ્યુ સાઇઝમાં રૂા.7,450 મિલિયન સુધીના મૂલ્યના ફ્રેશ ઇસ્યુનો સમાવેશ થાય છે. 

ઇસ્યુની પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂા.243 થી રૂા.256 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 58 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 58 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.

કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇસ્યુમાંથી મળનારી કુલ આવકનો ઉપયોગ આ પ્રમાણે કરવા ધારે છે. (1) અમારી કંપની દ્વારા લેવાયેલા અંદાજિત રૂા.4,526.83 મિલિયનના કેટલાક ઉછાના નાણાંની પૂર્વ ચુકવણી કે પુન: ચૂકવણી માટે (2) રૂા.937.08 મિલિયન જેટલા તેના બાકીના દેવા પૈકીની તમામ અથવા આંશિક પુન: ચુકવણી કે પૂર્વ ચુકવણી માટે અમારી પેટા કંપનીમાં રોકાણ (3) અમારી કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતોને રૂા.600 મિલિયન જેટલું ફંડ પુરું પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (ઇસ્યુનો હેતુ) એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિ. અને ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિ. આ ઇસ્યુના બુક રનિંગ લીડ મેનેજર છે.

 

Print