www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બાંટવામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો: દારૂ ભરેલી કાર પકડી


કારમાંથી રૂા.2.08 લાખનો દારૂ મળ્યો: ચાલક નાસી જતા દારૂ-કાર મળી રૂા.5.08 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

સાંજ સમાચાર

જુનાગઢ તા.27
 માણાવદર નજીકના બાંટવા શહેર પાસે ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે બાંટવા પોલીસને ઉંઘતી રાખી વોચ ગોઠવી દારૂ ભરેલી કાર પકડી લીધી હતી. જોકે પોલીસને જોઈ કાર છોડી કાર ચાલક ભાગી છુટયો હતો. સ્ટેટ મોનીટરીંગના સ્ટાફે કાર ચેક કરતા 2.08 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. લાખા ગોગન કોડીયાતર રે. બાંટવા વાળો તથા તેના પાર્ટનર સાજણ ભીલા કોડીયાતર રે. થાપલા (બાંટવા) બન્નેએ પાર્ટનરમાં દારૂની બોટલ નંગ 575 કિંમત રૂા.2,08,765નો કબ્જે લઈ બાંટવા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. કાર નં. જીજે 08 આર 9898નો ચાલક ભાગી છુટયો હતો.

ઈનોવા કારની કિંમત રૂા.3 લાખ મળક્ષ કુલ રૂા.5 લાખ 8 હજાર 765નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ મામલે લાખા ગોગન કોડીયાતર રે. બાંટવા, સાજણ ભીલા કોડીયાતર રે. થાપલા ઈનોવાનો ચાલક અને ઈનોવા કારના માલીક સહિત ચાર સામે ગુનો નોંધાવતા બાંટવા પીએસઆઈ ડી.એચ. વાળાએ તપાસ હાથ ધરી છે.

Print