www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાયબર ફ્રોડથી ચેતો : રાજ્યમાં 53000 ફરિયાદો પર ત્વરિત કાર્યવાહીથી 503 કરોડની રકમ બેંકોમાં ફ્રીઝ


સાયબર હેલ્પ લાઈન નંબર 1930માં મળેલ ફરિયાદોનો ડેટા જાહેર કરતી સાયબર ક્રાઇમ સેલ : ગઠિયાઓ 28 પ્રકારે ઓનલાઈન ફ્રોડ કરે છે

સાંજ સમાચાર

 રાજકોટ, તા.15
સાયબર ફ્રોડથી ચેતી જવાનો સમય આવી ગયો છે. આ વર્ષે જાન્યુઆરીથી મે માસ એટલે કે 5 મહિનામાં રાજ્યમાં સાયબર ફરોડની 53279 ફરિયાદો મળી હતી. જોકે પોલીસે આ ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરી 503 કરોડથી વધુની રકમ બેંકોમાં ફ્રીઝ કરી છે.

રાજકોટ શહેર પોલીસ, રાજકોટ જિલ્લા પોલીસ અને રાજકોટ રેન્જ આઈજીની કચેરી તરફથી મળેલી માહિતી મુજબ, ભારત સરકારના ગૃહ  વિભાગ દ્વારા એનસીસીઆરપી પોર્ટલ શરુ કરવામાં આવેલ જેના હેલ્પલાઈન નંબર 1930 છે. અરજદારો દ્વારા 1930 ઉપર કરવામાં આવેલ ફરીયાદમાં અલગ-અલગ 28 પ્રકારની એમ.ઓ.માં સાયબર ક્રાઇમ સેલ, સી.આઈ.ડી.ક્રાઈમ ગાંધીનગરનાઓ દ્વારા 53279 ફરીયાદો પર જરૂરી તથા ત્વરીત કાર્યવાહી કરી ફરીયાદીના ફ્રોડમાં રૂ.503,91,28,478 જેટલી માતબાર રકમને વિવિધ બેંકોમાં ફ્રિઝ, હોલ્ડ કરાવી ગુજરાત પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

સાયબર ગઠિયા 28 પ્રકારે ફ્રોડ કરે છે. જેમાં નકલી ઓળખ આપીને થતી છેતરપીંડી, શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે થતી છેતરપીંડી, ક્રેડીટ, ડેબીટ કાર્ડ દ્વારા થતી છેતરપીંડી, ઓનલાઇન પ્લેટફોર્મ પરથી ખરીદીના નામે થતી છેતરપીંડી, ઓ.ટી.પી. આપ્યા વગર થતી છેતરપીંડી, લોનના નામે થતી છેતરપીંડી, અજાણી લિંક દ્વારા થતી છેતરપીંડી, નોકરી આપવાની લાલચના બહાને થતી છેતરપીંડી, બુકીંગ દ્વારા થતી છેતરપીંડી, ફેઇસબુક પર ખોટી ઓળખ ઉભી કરી થતી છેતરપીંડી, વોટ્સએપ પર ટાસ્ક આપી કમાણીની લાલચના બહાને થતી છેતરપીંડી, ખોટા કસ્ટમરકેર નંબર ઉભા કરી ગુગલમાં સર્ચ કરતા, ન્યુડ વીડીયોકોલ દ્વારા બ્લેકમેઇલ કરી થતી છેતરપીંડી, પેન્સીલ પેકીંગ કરી કમાણી કરવાના બહાને થતી છેતરપીંડી, સોશ્યલ મીડિયા મારફતે થતી છેતરપીંડી, ઓએલએક્સ સાઇટ પર વસ્તુ વેચાણ બાબતે થતી છેતરપીંડી, વિવિધ સ્કીમોમાં કેસબેક મળશે.

તેવા બહાને થતી છેતરપીંડી, કે.વાય.સી. અપડેટ કરવાના બહાને થતી છેતરપીંડી, ઓનલાઇન મુલાકાત બાદ ગિફ્ટની લાલચમાં થતી છેતરપીંડી, લોટરી ઇનામ લાગવાના બહાને થતી છેતરપીંડી, ટુર એન્ડ ટ્રાવેલ્સ ટીકીટ બુકીંગના નામે થતી છેતરપીંડી, ઇસકોર્ટ સર્વિસના નામે થતી છેતરપીંડી, વિમા પોલીસીના નામે થતી છેતરપીંડી, વિજળી બીલ ઓનલાઇન ભરવા બાબતે થતી છેતરપીંડી, બ્લેક મેઈલ કરી થતી છેતરપીંડી, લગ્ન વિષયક પ્રલોભન આપી થતી છેતરપીંડી, અને એ સિવાય અન્ય પ્રકારે થતી છેતરપીંડીની ફરિયાદો મળી છે.

Print