www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગરના કરવેરા સલાહકાર ભરત શેઠની ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશનર્સની ડાયરેકટ ટેક્સ કમિટીમાં નિમણૂંક


રાજકોટ સહિત ગુજરાતભરના મોઢ વણિક જ્ઞાતીજનોએ અભિનંદન પાઠવ્યા

સાંજ સમાચાર

રાજકોટ, તા.24
તાજેતરમાં ભાવનગર મોઢ વણિક જ્ઞાતી અગ્રણી, કરવેરા સલાહકાર તરીકે આગવું નામ ધરાવતા ભરતભાઈ શેઠની ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેકસ પ્રેકટીશનર્સની ડાયરેકટ ટેકસ કમિટીમાં વરણી સાથે નિમણુંક કરવામાં આવી હતી. 

આ વરણીથી રાજકોટ-ભાવનગર-ગુજરાતના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, એડવોકેટ, ચાર્ટર એકાઉન્ટન્સને ડાયરેકટ ટેકસને લગતા મુદ્દાઓની રાષ્ટ્રીય લેવલ પર યોગ્ય રીતે રજુઆત કરવાની તક મળશે. આ અગાઉ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ ક્ધસલ્ટન્ટસના પ્રમુખ તરીકે ખુબ જ સારી યશસ્વી કામગીરી કરેલ છે. ભરતભાઈ શેઠની  નિમણૂકથી રાજકોટ ભાવનગર સહિત ગુજરાતભરનો મોઢ વણિક જ્ઞાતી બધ્ધ આનંદની લાગણી અનુભવી અભિનંદન પાઠવે છે.

 

Print