www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગરના કવિયીત્રી કોલમીટર અંજના ગોસ્વામીની કલકત્તા ખાતેના લેખિકા સંમેલન જૂઇ મેળા માટે પસંદગી


કવિયીત્રીએ ‘યાદ કર’ કવિતા સંગ્રહથી કવિતાક્ષેત્રમાં પ્રાપ્ત કર્યું છે આગવું સ્થાન

સાંજ સમાચાર

(વિપુલ હિરાણી)ભાવનગર, તા.23
વિશ્વભારતી સંસ્થાનના પ્રમુખ ડો. ઉષાબેન ઉપાધ્યાયના માર્ગદર્શનમાં દર વર્ષે જૂઈ મેળાનું આયોજન થાય છે. આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી વિવિધ ક્ષેત્રની સાહિત્ય ક્ષેત્રની બહેનોને પસંદ કરીને આમંત્રિત કરવામાં આવે છે. જૂઈ-મેળો 2024 આ વખતે કલકત્તા મુકામે તા. 23થી 25 મે 2024 દરમ્યાન ભવાનીપુર ગુજરાતી એજ્યુકેશન સોસાયટી ખાતે યોજાશે. જેમાં ભાવનગરના અંજના ગોસ્વામીની પસંદગી કરવામાં આવેલ છે.

કવયિત્રી અંજના ગોસ્વામીએ ‘યાદ કર’ કવિતા સંગ્રહથી કવિતાક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ તેઓને આ સંગ્રહ માટે પ્રતિષ્ઠિત ‘અંજુ નરશી’ પુરસ્કાર પણ મળેલ છે. અનેક કવિ સંમેલનોમાં પોતાની આગવી શૈલી અને મનમોહક અદાથી કાવ્યપાઠ કરીને શ્રોતાઓ તથા ભાવકોના દિલમાં અનેરું સ્થાન પ્રાપ્ત કરનાર કવયિત્રી અંજના ગોસ્વામીની પસંદગી એ ભાવનગરની મહિલા સર્જકો માટે આ આનંદ અને ગર્વના સમાચાર છે. 

Print