www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમરેલી-લાઠી માર્ગમાં કાર હડફેટે બાઇક ચાલકનું મોત


બાબરા પાસે છકડો રીક્ષા-કાર વચ્ચે ટક્કર: રિક્ષા ચાલકનું મોત

સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.24
લાઠી તાલુકાના અડતાળા ગામે રહેતા હસમુખભાઈ બચુભાઈ ગોઠડીયા નામનાં 3પ વર્ષિય ખેડુત તા. રર ના આશરે સવા બારેક વાગ્યે પોતાના હવાલાવાળુ મોટર સાયકલ લઈ લાઠીથી અડતાળા તરફ જતા હોય. 

ત્યારે ટોડા ગામ પાસે પહોંચતા સામેથી એક સફેદ કલરની ફોરવ્હીલ મોટર કાર નં. જી.જે.-38 બીસી-4167 ના ચાલકે પોતાના હવાલાવાળી મોટર કાર પુરઝડપે અને રોંગ સાઈડમાં ચલાવી મોટર સાયકલ સાથે ભટકાવી દઈ ખેડૂત યુવક તથા સાહેદ (ફોર વ્હીલ કારમાં બેસેલ વ્યકિત)ને નાની-મોટી ઈજાઓ કરી તથા ખેડૂત યુવક સાથે રહેલ મગનભાઈ કલ્યાણભાઈ રાદડીયાને જમણા પગે ગોઠણના ભાગે ગંભીર ઈજા થતાં ગોઠણ નીચેથી પગ કપાઈ જઈ તેમજ જમણા પગના સાંથળના ભાગે તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. 
 

રિક્ષા ચાલકનું મોત
બાબરા તાલુકાના અમરાપરા ગામે રહેતા રફીકભાઇ ઇબ્રાહિમભાઇડાંક તા. રર ના સાંજના સાતેક વાગ્યે તેની ભાર વાહક છકડો રિક્ષા લઇ તેમા સેટી ભરી અમરેલી જતા અને ઇંગોરાળાથી ભીલા ગામ વચ્ચે હાઇવે પર પસાર થતાં હતા ત્યારે સામેથી આવતી ફોરવ્હીલ ગાડી નં. જી.જે. 14  એ.કે. ર8પ0 ના ચાલકે પુરઝડપે ચલાવી ભારવાહક રિક્ષા સાથે અકસ્માત કરી મોત નિપજાવી નાસી ગયાની ફરિયાદ નોંધાઈ છે. 

Print