www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખંભાળિયાની રેડ ક્રોસ સંસ્થા દ્વારા રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન


ગાયત્રી ગરબા મંડળનો પણ સહયોગ

સાંજ સમાચાર

(કુંજન રાડીયા) જામ ખંભાળિયા, તા.28

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ગાયત્રી ગરબા મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર તારીખ 30 જૂનના રોજ સવારે 9 થી બપોરે 12:30 વાગ્યા સુધી અત્રે નગર ગેઈટ પાસે આવેલી શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં રક્તદાન કરનારા દરેક રક્તદાતાઓને આકર્ષક સ્મૃતિ ભેટ આપવામાં આવશે. આ સેવા કાર્યમાં રક્તદાન કરી, સહભાગી થવા દરેક રક્તદાતાઓને ગાયત્રી ગરબા મંડળના પ્રવીણભાઈ છગ અને રેડ ક્રોસ સંસ્થાના કિરીટભાઈ મજીઠીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Print