www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મંગળવારે ખંભાળિયામાં હાડકાની તપાસનો કેમ્પ: હેલ્થ અને ડાયટ અંગે અપાશે માહિતી


સાંજ સમાચાર

(કુંજન રાડીયા)
જામ ખંભાળિયા, તા.24

ખંભાળિયામાં આગામી મંગળવાર તા.28 મી ના રોજ અત્રે નગર ગેઈટ પાસે આવેલી શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે હાડકાની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

શરીરના જુદા જુદા ભાગોમાં સાંધાના દુ:ખાવા, ચાલવામાં પડતી તકલીફ, બાળકોના શારીરિક તેમજ માનસિક વિકાસ માટે તથા શરીરમાં કેલ્શિયમની ઉણપથી થતી તકલીફોને નિવારવા માટે યોજવામાં આવેલા બોન મિનરલ ડેન્સિટી (બી.એમ.ડી.) હાડકાની તપાસના આ કેમ્પમાં જાણીતા નિષ્ણાત નિકેતન ગજ્જર દ્વારા રાહત દરે તપાસણી કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ઉપસ્થિત લોકોને આરોગ્ય તેમજ ડાયટ કેલ્શિયમ અંગેની માહિતી પણ આપવામાં આવશે. મંગળવારે તા.28 ના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી યોજવામાં આવેલા આ કેમ્પનો લાભ લેવા આયોજક પાયલ ઠકરાર (મો. 9408535169) દ્વારા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને અપીલ કરવામાં આવી છે.

Print