www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કારમાં દારૂની પાર્ટી ચાલતી હતી કે મહિલા પોલીસ રક્ષણ આપતી હતી? દારૂ અને બિયરનો જથ્થો જપ્ત

ભચાઉમાં દારૂ ભરીને જતા બુટલેગર અને મહિલા પોલીસ કર્મીએ PSI પર કાર ચડાવી દીધી : ફાયરીંગ


તંત્ર માટે કલંકીત ઘટના: ગોળીબાર કરી બંનેને પકડી પાડતી પોલીસ : અગાઉ પણ વિવાદમાં આવી ચૂકેલ સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી નીતા ચૌધરી, કુખ્યાત બુટલેગર હીસ્ટ્રીશીટર યુવરાજસિંહ જાડેજા સાથે થારમાં દારૂ ભરી જતી હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસ, એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કર્યો

સાંજ સમાચાર

રાજકોટ,તા.1
પોલીસ માટે શરમજનક સ્થિતિમાં મુકાઈ તેવો બનાવ ભચાઉમાં બનવા પામ્યો હતો. અગાઉ વિવાદમાં સપડાયેલ મહિલા પોલીસ કર્મી ફરીવાર વિવાદમાં આવી છે. કચ્છ-ભુજના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે દારૂ અને બિયરના જથ્થા સાથે ગાંધીધામ તરફ જતી હોવાનું ચોકકસ બાતમીના આધારે ભચાઉ પોલીસ અને એલસીબીની ટીમે તેની થાર કારનો ફિલ્મી ઢબે પીછો કરી પકડવાનો પ્રયાસ કરતા બુટલેગરે પોલીસની ટીમ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે પણ એક રાઉન્ડ ફાયરીંગ કરી બુટલેગર અને મહિલા પોલીસ કર્મીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે ભચાઉ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર ઝાલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, રહે. જુની ચીરઈ, ભચાઉ, અને નિતાબેન વસરામ ચૌધરી રહે. ગાંધીધામનું નામ આપતા ભચાઉ પોલીસે આઈપીસી 307, 427 સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ ગઈકાલે પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા ત્યારે એલસીબીના હેડકોન્સ્ટેબલ ચંદ્રશેખર દવેનો ફોન  આવેલ કે ભચાઉ પોલીસ મથકના દારુના ગુન્હામાં પકડવાનો બાકી આરોપી યુવરાજસિંહ જાડેજા સામખીયાળીથી ગાંધીગ્રામ તરફ સફેદ કલરની થાર ગાડી લઈને આવી રહેલ છે. જેથી તેઓ હેડકોન્સ્ટેબલ વિનોદ પ્રજાપતિ સાથે ખાનગી કારમાં તેમની પાછળ આવે છે.

એલસીબીની અન્ય ટીમ ગાંધીધામથી તેને પકડવા માટે રવાના થઈ ગયેલ છે અને તમે પણ આરોપીને રોકવા ટીમ સાથે કાર્યવાહી કરો તેવી માહિતી મળતા તેઓ પોલીસ મથકની બે અલગ અલગ કારમાં બુટલેગરને પકડવા દોડી ગયા હતા.

બુટલેગરની કાર સાગર હોટેલ તરફથી સર્વિસ રોડ પર ગાંધીધામ તરફ જતી હોય તેમની પાછળ કોન્સ્ટેબલ ચંદ્રશેખર અને તેની સાથેના સ્ટાફની કાર પાછળ હતી દરમ્યાન ગોલ્ડન ઈગલ હોટેલની સામે આવેલ બ્રીજના નીચેના ભાગે બુટલેગરની ગાડી રોકવા જતા તેને ગાડી કોન્સ્ટેબલની ગાડી સાથે અથડાવેલ હતી.

ફરિયાદી પીએસઆઈએ કાર રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે મારી નાંખવાના ઈરાદે ફરિયાદી પીએસઆઈ પર થાર ગાડી ચડાવી દીધેલ હતી. જેથી તેઓએ સર્વિસ રીવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયર કરતા કારમાં બમ્પરના ભાગે ગોળી વાગતા કાર ઉભી રહી ગયેલ હતી. દરમ્યાન પોલીસ સ્ટાફ થાર કાર પાસે દોડી ગયેલ અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા તેણે દરવાજો ખોલેલ નહી બાદમાં યુવરાજસિંહ કારમાંથી ઉતરી ભાગવા જતા તેમને પકડી પાડેલ હતો.

ત્યારબાદ થાર ગાડીની કારમાં ડ્રાઈવરની બાજુમાં મહિલા બેઠેલ હોય અને કારના પાછળના ભાગે તપાસ કરતા તેમાં દારુ ભરેલ હતો. તેમાં બેઠેલ મહિલાનું નામ પુછતા નીતાબેન વશરામભાઈ ચૌધરી સીઆઈડી ક્રાઈમના મહિલા પોલીસ કર્મી હોવાનું જણાવ્યું હતું તેમજ કારમાંથી દારુની 16 બોટલ અને બીયરના બે ટીન મળી આવતા બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.હેન્ડલ પરનો કાબુ ગુમાવતા રોડ પર નીચે પડી જતાં માથામાં શરીરે ઈજા થતાં મોત નોંધાયું હતું. ચોરવાડ પોલીસે તપાસ હાથ ધરી છે.

Print