www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉનાના લામધાર ગામે ભાઇના હાથે ભાઇની હત્યા


પરિવારમાં લગ્ન પ્રસંગો પતી ગયા બાદ નાના ભાઇએ મોટા ભાઇને બોર્થડ પદાર્થ ઝીંકી ઢાળી દીધા: ખૂન કર્યા બાદ આરોપી ફરાર: બંને અવારનવાર ઝઘડતા હતા

સાંજ સમાચાર

ઉના, તા.1
ઊનાનાં લામધાર ગામે પાણીનાં ટાંકા નજીક ધોળા દિવસે બપોરનાં સમયે બે સગાં ભાઈઓ વચ્ચે ખુન ની હોળી ખેલાયેલાતા  સગાં મોટાં ભાઈને નાનાં ભાઈ એ બોથ પદાર્થ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બનતાં  પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ ધમધમતી કરી છે.

લામધાર ગામે રહેતા અને ખેત મજૂરી કરી ગુજરાત ચલાવતાં વશરામભાઇ લાખાભાઇ શિંગડ ઊવ 65 ની લોહીલુહાણ હાલતમાં લાશ આવતાં તાત્કાલિક પોલીસ પહોંચી હતી અને તપાસ કરતાં મરનાર ની પત્નિ અને પુત્ર દ્વારા વશરામભાઇ ની હત્યા બોરથ પર્દાશ મારી મરનાર નાં નાનાં ભાઈ રાજુભાઇ લાખાભાઇ શિંગડ એ કરી હોવાની પોલીસ સમક્ષ ફરીયાદ કરતાં  રાજુ શિંગડ ની પોલીસ શોધખોળ શરૂ કરી છે  સમગ્ર ઘટના ની સત્ય હકીકત બહાર આવતાં પોલીસે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

મરણ જનાર અને મારનાર બન્ને સગાં ભાઈ થતાં હોય અને માત્ર બે વિધા જમીન ધરાવતાં હોય ગામ બન્ને એકલાં રહેતાં હતાં કુટુંબ પરીવાર નાં સભ્ય નવાબંદર ગામે માછીમાર બોટ માં ખલાશી તરીકે કામ કરતાં હોય આ બન્ને ભાઈ નશાની ટેવ ધરાવતા હતાં અને અવાર નવાર નાનાં મોટાં ઝગડા થતા હતા પરંતુ કુટુંબી જનો સમજાવટ કરી લેતાં હતાં  ગઈ કાલે હત્યારા પર હત્યારા રાજુભાઇ લાખાભાઇ શિંગડ નાં પુત્ર લાલજી નાં લગ્ન હોવાથી જાન લઈને જાખરવાડા ગયેલાં હતા.

મોડીરાત્રે જાન પરત લામધાર આવતાં પરીવારજનો નિદ્રા માણી રહ્યાહતાં તેમજમરણજનાર વશરામભાઇ લાખાભાઇ શિંગડ નાં પત્નિ અને પુત્ર સહિત નાં પરીવાર નવાબંદર ગામે રહેતું હોવાથી ત્યાં ચાલ્યા ગયા હતા તેમજ હત્યારા રાજુભાઇ શિંગડનાં પત્નિ લક્ષ્મી બેન અને પુત્ર લામધાર ગામે અંલગ રહેતાં હોય આજે બપોર નાં સમયે પાણી નાં ટાંકા પાસે ઝાંપા પાસે વસરામ લાખાભાઇ શિંગડ સુતો હતો અને અચાનક તેનો સંગો નાનો ભાઈ રાજુ શિંગડ એ આવી કોઇ બોરથ પર્દાશ વડે હુમલો કરીને નાશી ગયાની જાણ મરનાર નાં પતિની પુત્ર ને નવાબંદર કરતાં તાત્કાલિક ઊના સરકારી દવાખાને દોડી આવ્યા હતા.

આ દરમિયાન હત્યા નાં પુત્ર પત્નિ સગાંસંબંધીઓ પણ મૃતક નો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં લાવતાં ઊના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એચ સુવા પોલીસ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી ફરીયાદ નોંધાવા તજવીજ હાથ ધરાયેલ છે હત્યા ની ઘટના બનતાં પી આઇ એમ એન રાણા બનાવ સ્થળે સ્ટાફ સાથે પહોંચી હત્યા કરી નાશી છુટેલા રાજુ શિંગડ ને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે.

Print