www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બુદ્ધપૂર્ણિમા: તથાગત ગૌતમ બુદ્ધ જયંતી નિમિતે ધમ્મયાત્રા નીકળી


સાંજ સમાચાર

આજે મહાકારૂણી તથાગત ગૌતમ બુદ્ધની 2568મી જન્મજયંતિ મહોત્સવ

નિમિતે ભવ્ય ધમ્મયાત્રા રાજકોટના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી. રથયાત્રાનો પ્રારંભ ભંતે પ્રજ્ઞારત્નના હસ્તે કરાયો હતો.ધમ્મયાત્રાનો પ્રારંભ ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા (સીવીલ હોસ્પીટલ પાસે) ખાતેથી થયો હતો અને બુદ્ધવિહાર કણકોટ પાટીયા ખાતે પુર્ણ થઈ હતી. આજે સાંજે 5થી8 ધમ્મદેશનાનું આયોજન કરવામાં આવેલ છે.

રાત્રે નવ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. વૈશાખી બુદ્ધ પૂર્ણિમા વિશ્ર્વમાં ત્રિગુણી પાવન પર્વના રૂપમાં મનાવવામાં આવે છે. ઉપરોક્ત તસ્વીરો ધમ્મયાત્રાની છે. 
(તસ્વીર: દેવેન અમરેલીયા)

Print