www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોડીનારમાં બુદ્ધપૂર્ણિમાની ઉજવણી: ભગવાન બુદ્ધની પ્રતિમાની સાફ સફાઈ તેમજ પુષ્પાંજલિ કાર્યક્રમો યોજાયા


સાંજ સમાચાર

કોડીનાર,તા.24
ભગવાન બુદ્ધ એટલે સાંસારિક જીવને શાંતિ તેમજ અહિંસાનો માર્ગ આપનાર સાથે સાથે ભગવાન બુદ્ધે સ્ત્રી-પુરુષ,અમીર- ગરીબ, ઊંચ - નીચ ભેદભાવ વિહીન સમાજ નિર્માણની પહેલ કરનાર.વૈશાખ મહિનાની પૂર્ણિમાને બુદ્ધપૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સામાજિક સમરસતા મંચ  કોડીનાર દ્વારા છારા ઝાંપા વિસ્તારમાં આવેલ ભગવાન બુદ્ધની પ્રતિમા તેમજ પરિસરની સાફ-સફાઈ તેમજ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. જે અંતર્ગત જૂનાગઢ વિભાગ ધર્મ જાગરણ સંયોજક વિજયભાઈ ખખ્ખર દ્વારા ભગવાન બુદ્ધના જીવન તેમજ જીવનના સિદ્ધાંતો વિશે વાત કરવામાં આવી હતી

Print