www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રતિ કિલો રૂા.1નો વધારો

દિલ્હી, પશ્ચિમ UPમાં CNGના ભાવમાં વધારો


સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 22
નવી દિલ્હી, એનસીઆર અને પશ્ચિમ યુ.પી.ના ઘણા શહેરોમાં આજથી સીએનજી મોંઘુ થયું છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લી. કંપનીએ આજે સવારે 6 વાગ્યાથી પ્રતિ કિલો રૂા.1નો ભાવ વધારો લાગુ કરવાની જાહેરાત કરી હતી.

કંપનીએ આ અગાઉ તા.7 માર્ચના રોજ પ્રતિ કિલો રૂા.અઢી ભાવ ઘટાડયો હતો. દિલ્હીમાં હવે આ નવો ભાવ  રૂા.75.09, નોઇડામાં 79.70 અને ગાઝીયાબાદમાં 79.70 ભાવ થયો છે. 

Print