www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રવેશોત્સવના બીજા દિવસે

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની આંગણવાડી-શાળાઓમાં ભૂલકાઓને પ્રવેશ કરાવતા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા


♦ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો પ્રારંભ સાથે બાળકો સાથે મંત્રી ભાનુબેન બાબરિયાએ રિક્ષાની સવારી કરી

સાંજ સમાચાર

♦ઉંડવાસાંકળ અને કારેલી ગામની આંગણવાડી-પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોને કંકુ તિલક કરી શૈક્ષણિક કીટ આપી 

રાજકોટ:તા 27 
નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુભેન બાબરિયા ગરૂડેશ્વર તાલુકાની શાળાઓમાં પહોંચ્યા હતાં. મંત્રી એ ઉંડવાસાંકળ અને કારેલી ગામની પ્રાથમિક શાળા, આંગણવાડી તેમજ માધ્યમિક શાળા કારેલીના આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 તથા ધોરણ 9ના બાળકોનું નામાંકન અને કંકુ તિલક કરી શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.

મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003થી શાળા પ્રવેશોત્સવના શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન ના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ આ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, બાળકોની ક્ષમતામાં વધારો થાય, ઉચ્ચ શિક્ષણનો છે. દીકરીના સ્વપ્નને સાકાર કરવા માટે વાલીઓને ખાસ ધ્યાન રાખવા અને તેના યોગ્ય ઉંમરે લગ્ન થાય જેથી દીકરી તેના અરમાનો પુરા કરે તેના ઉપર મંત્રી એ ભાર મૂક્યો હતો.

શાળાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન અને સિદ્ધિ હાંસલ કરનાર અને રમત-ગમતમાં આગળ આવનાર બાળકોને મંત્રી ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ સ્થળોએ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

શાળાથી દૂરના અંતરે રહેતા બાળકોને શાળા સુધી જવા માટે સરકાર દ્વારા અપાતી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો પ્રારંભ કરાવી બાળકો સાથે મંત્રી ભાનુબેન બાબરિયાએ રિક્ષાની સવારી કરી હતી. સાથોસાથ આંગણવાડી - શાળામાં પ્રવેશ કરી રહેલા બાળકો સાથે મંત્રી એ પોતાના મોબાઈલમાં સેલ્ફી પણ લીધી હતી.નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ 2024 સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં ઢોલ- નગારા સાથે વાજતે-ગાજતે વિદ્યાર્થીઓને શાળાઓમાં પ્રવેશ કરાવાય રહ્યો છે.

આ કાર્યક્રમમાં આઈસીડીએસ વિભાગ ગાંધીનગરના મદદનીશ નિયામક અલ્પાબેન સોલંકી, અધ્યક્ષ રંજનબેન ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી ડો કિરણબેન પટેલ, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ અને જિલ્લાના મહિલા અગ્રણી જયશ્રીબેન ધામી તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓ અને ગામના સરપંચ તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.

Print