www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેનેડાનુ મોટુ પગલુ: ઈરાનના સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠનને ‘ત્રાસવાદી’ જાહેર કર્યુ


સાંજ સમાચાર

ઓટાવા (કેનેડા) તા.20
કેનેડાએ ઈરાન સામે સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે ઈરાનનું રિવોલ્યુશનરી ગાર્ડ કોટર્સ (આઈઆરજીસી) આતંકવાદી ગ્રુપ છે. બીજી બાજુ ટ્રુડો સરકારે ઈરાનમાં રહેતા કેનેડિયન લોકોને દેશ છોડવા માટે કહ્યું છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ જણાવ્યું હતું કે આઈઆરજીસી હવે કેનેડામાં આતંકી ગ્રુપના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. ટ્રુડોએ વધુમાં જણાવ્યું હતું કે સરકારના આ ફેસલાથી ટેરર ફંડીંગ રોકવામાં મદદ મળશે.

કેનેડા સરકાર તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આઈઆરજીસીને આતંકી લિસ્ટમાં સામેલ કરવાથી આતંકવાદ વિરુદ્ધ એક મજબૂત સંદેશ જશે.કેનેડાના જાહેર સુરક્ષાના મંત્રી ડોમેનિક લેબ્લાંકે કહ્યું હતું કે આઈઆરજીસીની આતંકવાદી ગતિવિધિનો સામનો કરવા કેનેડા તમામ શકય પ્રયાસ કરશે. 

Print