www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચૂંટણી જ લડવા ન દો..

ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરનારા રૂપાલાની રાજકોટની ટિકિટ રદ્દ કરો : કરણીસેનાની વડાપ્રધાનને રજુઆત


સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. ર8
 

લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી તેને લઈને રાજપૂત સમાજે વિરોધ નોંધાવ્યો છે. હાલમાં પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રાજકોથી રદ કરવામાં આવે અને તેને ક્યાંયથી ટીકીટ ન આપવામાં આવે તેવી માંગ કરી છે. 
રાજપૂત કરણી સેનાના પ્રદેશ મહામંત્રી કનકસિંહ ડી. જાડેજાએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, એક જ્ઞાતિ સંમેલનમાં લોકસભા ચુંટણીના અનુસંધાને સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહી ચુકેલ પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિષે અભદ્ર, અશોભનીય અને અત્યંત વિકૃત માનસિકતા ભરેલ ટિપ્પણી કરેલ છે. સમાજમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે. 

આ રાષ્ટ્રની સુરક્ષા, સલામતિ અને અસ્મિતાના જાગ્રત પહરી સમાન ક્ષત્રિય સમાજે લાખો બલિદાન આપ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને સાંસદ જેવી જવાબદાર જાહેર જીવનની વ્યકિત ઇતિહાસ જાણ્યા વિના ફકતને ફકત ટૂંકી સ્વાર્થ બુધ્ધિથી રાજકીય લાભ મેળવવા બેજવાબદારી ભર્યા મનઘડત નિવેદનો આપે તે ખુબ જ દુ:ખદ છે. અને સમગ્ર રાજપુત સમાજ ખુબ જ વ્યથિત છે અને ઉંડા આઘાતની લાગણી અનુભવે છે. અને રાજપુત સમાજ તેમજ સંગઠનોએ બેજવાબદાર અને સમાજ વિરોધી માનસિકતા ધારવતા પરસોત્તમભાઈ રૂપાલાની રાજકોટની ટિકિટ રદ કરવામાં આવે અને રાજકોટ બેઠક જ નહિ પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં એકપણ સ્થળેથી ચૂંટણી લડવા માટે ટિકીટ ન આપે તેવી માંગ કરી છે. 

Print