www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પહેલીવાર કોઝવે ઓવરફલો થતા તાપી નદી બે કાંઠે: વાહન વ્યવહાર બંધ કરાયો


સાંજ સમાચાર

રાજકોટ,તા.1
સુરતમાંથી પસાર થતી તાપી નદી પર રાંદેર સિગણપોર વચ્ચે બનાવવામાં આવેલ કોઝવે ચોમાસાની સિઝનમાં પહેલીવાર ઓવરફલો થયો છે. આ કોઝવે ઓવરફલો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. વિયર ઉપવાસનાં સારો વરસાદ થતા તાપી નદી બંને કાઠે વહેતી થઈ.

સુરતમાંથી પસાર થતી નદી સુરતીઓના પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તાપી નદી પર બનાવવામાં આવેલા વિયરમાં પાણીનો સંગ્રહ કરીને તેમાંથી રો વોટર લઈ વોટર વર્કસમાં ટીટ કરીને સુરતીઓને પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે. તાપી નદીનાં બનાવવામાં આવેલા વિયરની સપાટી 5 મીટરથી ઓછી થાય એટલા પાણીની ગુણવત્તા પર માઠી અસર પડે છે. આ વર્ષે ચોમાસું પાછું ખેંચાતા વિયરની સપાટી 4.92 મીટર થઈ ગઈ હતી.ત્યારબાદ પાણીની ગુણવત્તા બગડે નહી તે માટે સુરત પાલિકાએ ઉકાઈ ડેમના સત્તાધીશોને ગત તા.27 જૂનને પત્ર લખીને પાણી છોડવા માટેની માંગણી કરવામાં આવી હતી.

Print