www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મહાનગરપાલિકા દ્વારા તળાવ પરિસરમાં યોગ દિવસની ઉજવણી


♦ધારાસભ્ય, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના મહાનુભાવોએ યોગ કર્યા: આયુર્વેદ યુનિવર્સિટીના ધનવંતરી મેદાનમાં દેશી- વિદેશી નાગરિકો દ્વારા યોગાભ્યાસ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

સાંજ સમાચાર

જામનગર તા.21
જામનગરના અજીતસિંહ ક્રિકેટ મેદાનનમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાયાની સાથે સાથે જામનગર મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવની પાળે ગેઇટ નંબર-1 પાસે પણ શહેર કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
 

જેમાં જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા તેમજ અન્ય કોર્પોરેટરો, તથા નગરના અગ્રણીઓ સહિતના મહાનુભાવો જોડાયા હતા, અને યોગાભ્યાસ કર્યો હતો. જામનગર જિલ્લા યોગ કોઓર્ડીનેટર હર્ષિતા મહેતાની આગેવાનીમાં અન્ય સાધકો દ્વારા યોગાભ્યાસ કરાવાયા હતા.

આ ઉપરાંત જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આયુર્વેદિક યુનિવર્સિટી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, દેશ વિદેશના નાગરિકો પણ આ યોગ અભ્યાસના કાર્યક્રમમાં જોડાયા હતા, અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

Print