www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં વિશ્વ યોગ દિનની ઉજવણી


સાંજ સમાચાર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં 'Yoga for Self and Society' ની થીમ પર કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે વહેલી સવારે 7:00 વાગ્યે બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા એકઝીકયૂટીવ કાઉન્સિલના સભ્ય ઓ, વિવિધ ભવનોના અધ્યાપકઓ, અધિકારી ઓ, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનો સહિત બહોળી ઉપસ્થિતિવાળા આ પ્રભાવશાળી કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું. યોગની પ્રત્યક્ષ જાણકારી મળે તે માટે સ્થળ પર યોગ નિર્દેર્શકો દ્વારા યોગનું નિદર્શન કરવામાં આવેલ હતું અને યોગ કાર્યક્રમ દરમ્યાન તાત્કાલીક સારવાર માટે તબીબની ટીમ હાજર હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માન. કુલપતિ પ્રોફે. નિર્ણાભરીબેન દવે અને કુલસચિવ ડો. રમેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ શારિરીક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબા, કે.કે. બાવડા, જયસિંગભાઈ, મૌનિકભાઈ ગઢવી, ઉમેશભાઈ માઢક સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

Print