www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજુલાનાં ચાંચબંદર ગામે બાલક પાલક સર્જન કાર્યક્રમની ઉજવણી


સાંજ સમાચાર

રાજુલા, તા. 23
સરકારનાં આઇ.સી.ડી.એસ વિભાગ સાથે સંકલીત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ સદર્ભે સરકારશ્રીનાં આદેશ મુજબ મહીલા અને બાળ વિકાસ તથા આઇ.સી.ડી.એસ દ્રારા આંગણવાડીમાં ચલાવવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણનાં બહોળા પ્રચાર-પ્રસાર અને વાલી જાગૃતી માટે ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમનું આયોજન રાજુલા તાલુકાનાં ચાંચબંદર ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમા બાળકોનાં જન્મ દિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી. 

આ કાર્યક્રમ નો ઉદ્દેશ્ય ભારતની એવા આંગણવાડીનાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય, વાલીઓમાં જાગરૂકતા આવે, ગ્રામ્ય સમુદાય આંગણવાડીમાં ચાલતી વિવિધ પ્રવૃતીમાં સહભાગી બને તેમજ તેમના બાળકોને નિયમીત રીતે આંગણવાડીમાં મોકલે તેવો હતો. 

આ કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય સેવિકા બહેન કિર્તિબેન અમરેલીયા, સ્વદિપ સંસ્થામાંથી શૈલેજા દેસાઇ, વિજયભાઇ, વૈશાલીબેન બાખલકીયા અને નમ્રતા સાંખટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બહોળી સંખ્યામાં વાલીઓ સહભાગી થયા હતા. 

આ કાર્યક્રમ માટે આંગણવાડી કાર્યકર બહેનો મંજુબેન, આરતીબેન, કુસુમબેન, ગીતાબેન તેમજ ભાવનાબેન અને તમામ હેલ્પર બહેનોએ જહેમત ઉઠાવેલી.

Print