www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટરનેશનલ ફેડરેશન દ્વારા ચપ્પલ-સ્લીપરનું વિતરણ કરાયું


સાંજ સમાચાર

રાજકોટ,તા.23
જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન આશ્રય સમર સેવા પ્રોજેક્ટ અંતર્ગત ચેરમેન ઉપેનભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા રાધેશ્યામ ગૌશાળા રૈયાધાર 150 ફૂટ રીંગ રોડ ખાતે બાળકોને ચપ્પલ તથા સ્લીપર નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 600 થી પણ વધારે બાળકો મહિલાઓ ને વિતરણ કરવામાં આવ્યું.પગ ઠારવાનું અભિયાન પાદુકા,આ કાર્યક્રમમાં ઉપેનભાઈ મોદી પ્રકાશભાઈ ખજુરીયા ધનેશભાઈ દોશી પ્રદીપભાઈ પૂજાણી અરવિંદભાઈ દોશી રાજેશભાઈ શાહ કિર્તીભાઈ પારેખ હર્ષદભાઈ મહેતા મેહુલભાઈ રવાણી વિજયભાઈ મહેતા તથા જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ ના લેડીઝ મેમ્બર પણ ઉપસ્થિત રહ્યા હતા..

Print