www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એપલ ડિવાઇસમાં ચેટ જીટીપી ન જોઇએ : પ્રતિબંધ મૂકી દેવાની એલન મસ્કની ધમકી


બંને કંપનીઓએ પાર્ટનરશીપ કરતા એલન મસ્ક ભડકયા

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 11
એલન મસ્કે ટીમ કૂકની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે એપલના ડિવાઇસમાં ચેટ જીટીપી જોઇતું નથી.  આ બકવાસ સોફટવેરને એપલ ડિવાઇસમાં ઇન્ટીગ્રેટ કરવા ઉપર પ્રતિબંધ મુકવો જોઇએ અથવા પોતાની કંપનીના પરિસરમાં એપલ ડિવાઇસના ઉપયોગ કરવા પર જ પ્રતિબંધ લગાવી દેશે.

આઇફોન નિર્માતાઓએ ઓપનર આઇ સાથે જોડાણનું એલાન કર્યાના થોડા કલાકોમાં જ ઉદ્યોગપતિ એલન મસ્કે નારાજગી દર્શાવી દીધી હતી. પોતાના કંપની સંકુલમાં એપલ ફોન પર પ્રતિબંધ મુકવા ધમકી આપીને કહ્યું છે કે આ બંનેઓ વચ્ચેની ભાગીદારી સુરક્ષા નિયમોનો ભંગ છે અને તેને સહન કરવામાં નહીં આવે.

ઉલ્લેખનીય છે કે એપલના સીઇઓ ટીમ કૂકે ‘એકસ’ પર લખ્યું હતું કે એઆઇને એપલ ડિવાઇસમાં વધુ શ્રેષ્ઠ બનાવવા આ ભાગીદારી નકકી કરવામાં આવી છે. જે બાદ એલન મસ્કે એપલના ડિવાઇસમાં ચેટ જીટીપી જોઇતું નથી તેવું કહી દીધુ હતું.

એપલે પોતાના આઇફોન, આઇપેડ વગેરેમાં સોમવારથી એપલ ઇન્ટેલીજન્સના ઉપયોગની જાહેરાત કરી હતી. એવું કહેવાય છે કે એપલ ઇન્ટેલીજન્સ એપલ સીલીકોનની તાકાત વધારે છે. જેનાથી લોકોને ઘણી સુવિધા મળશે.

મસ્કે એવો સવાલ કર્યો છે કે શું એપલ જેવી કંપનીઓ એટલી હોશિયાર નથી કે પોતાની આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ બનાવી શકે. એપલને ખબર નથી કે વાસ્તવમાં શું ચાલે છે એકવાર એપલ તમારો ડેટા ઓપન એઆઇને આપશે અને બાદમાં તેને વહેંચશે.

Print