www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અધધ લીડથી જીતવા બદલ પરસોત્તમભાઈ રૂપાલાને અભિનંદન પાઠવતા ચેતન રામાણી


ગુજરાતમાં 26માંથી 25 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો: તમામ વોર્ડના હોદેદારોનો આભાર વ્યકત કર્યો

સાંજ સમાચાર

રાજકોટ:તા 8 
 લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવા બદલ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતન રામાણી એ અભિનંદન પાઠવ્યા છે. તેઓ જણાવે છે કે લોકસભા ચૂંટણીના પરીણામો જાહેર થઈ ગયા છે, કેન્દ્રમાં એન.ડી.એ. સરકારે બહુમતી હાંસલ કરી છે અને ગુજરાતમાં 26માંથી 25 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે શહેરીજનોએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે કરેલા અગણિત વિકાસ કાર્યો તેમજ સર્વાંગિ વિકાસને વધાવીને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાને 4,84,000 જેવી જંગી બહુમતીથી ચૂંટાડીને પુન: ભાજપને લોકસભાનું પ્રતિનિધિત્વ સોંપેલ છે. 

રાજકોટ ની જનતાએ ભાજપને હંમેશા પ્રેમ અને હુંફ આપેલ છે, ત્યારે આ ચૂંટણીમાં પણ શહેરીજનોએ ભારતીય જનતા પાર્ટીમાં પુન: વિશ્વાસ મુકીને વિકાસને મત આપીને વિજેતા બનાવેલ છે ત્યારે તમામ મતદાતાઓ, કાર્યકર્તાઓ અને આગેવાનો, સામાજિક શ્રેષ્ઠીંઓ,વિવિધ સમાજ સંસ્થાના આગેવાનો તેમજ તમામ વોર્ડના ભાજપના હોદેદારોનો પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવા બદલ બિરદાવી ચેતન રામાણી એ જાહેર આભાર વ્યકત કર્યો હતો.

 

Print