www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સેતાલુસ પ્રાથમિક શાળામા બાળ સંસદની ચૂંટણી


સાંજ સમાચાર

વિશ્વ યોગ દિવસની સાથે સાથે બાળકોમાં ચૂંટણી પ્રક્રિયાની અને તેની કામગીરીની સમજ કેળવાય તેમજ નેતૃત્વ શક્તિનો વિકાસ થાય તે હેતુથી શાળાના આચાર્ય પરેશભાઈ ના માર્ગદર્શન હેઠળ શાળાના સામાજિક વિજ્ઞાન ના શિક્ષક ઉમેશભાઈ દ્વારા બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં ચૂંટણી પ્રક્રિયામાં થતી તમામ કામગીરી બાળકોએ હોંશે હોંશે કરી અને મતદાન કર્યું હતું.

મતદાનના અંતે મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં કુમારમાં મકવાણા હિરેન વિજેતા થયેલ,જ્યારે ક્ધયામાં ચારણ નાથી વિજેતા થયેલ.તમામ ઉમેદવારોને શાળાના આચાર્ય અને શાળા પરિવારે અભિનંદન આપ્યા અને આગળ મંત્રી મંડળની રચના બાબતે આચાર્યશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં શાળાનો તમામ શૈક્ષણિક સ્ટાફ પણ જોડાયો અને જરૂર જણાયે બાળકોને માર્ગદર્શન પણ આપ્યું તેમજ બાળકોની સાથે સાથે શિક્ષકોએ પણ મતદાન કર્યું.

Print