www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચોટીલા-રાજકોટ હાઇવે દારૂ ભરેલ દોસ્ત વાહન ઝડપાયું


ઘટનામાં ચોરખાનું બનાવી 525 દારૂની બોટલ છુપાવી હતી: દારૂ ટ્રક મળી રૂા.3.40 લાખનો મુદામાલ જપ્ત કર્યો

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા.22
પોલીસ ઇન્સ. આઇ.બી. વલવી નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે અશોક લેલન્ડ કંપનીનું દોસ્ત (છોટા હાથ) નં. જીજે-12-એઝેડ-7420 વાળામાં અલગ ખાનામાં ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફ જનાર છે. જે મળેલ હકીકતથી સાથેના પોલીસ સ્ટાફના માણસોને સમજ કરી ચોટીલા-રાજકોટ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ આવડ કૃપા હોટલની સામે રાજકોટ તરફ જતા નેશનલ હાઇવે રોડ ઉપર હકીકતવાળા વાહનની વોચમાં હતા તે દરમિયાન હકીકતવાળુ વાહન સફેદ કલરનું અશોક લેલન્ડ કંપનીનું દોસ્ત (છોટા હાથી) નં. જીજે-12-એઝેડ-7420વાળુ નિકળતા રોકવા જતાં મજકુર વાહન ચાલક અંધારા તથા સીમ વિસ્તારનો લાભ લઇ નાશી ગયેલ.

મજકુર નાસી ગયેલ ઇસમના ચાલક વાહનમાં અશોક લેલન્ડ કંપનીનું દોસ્ત (છોટા હાથી) નં. જીજે-12-એઝેડ-7420વાળાના ચોરખાનામાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂની 750 એમએલની કુલ 357 કિંમત રૂા.1,24,950 તથા બિયર ટીન નં. 168 કિંમત રૂા. 16,800 કુલ કિંમત રૂા.3,41,750ના મુદામાલ સાથે કબ્જે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ હોય અને નાશી ગયેલ વાહન ચાલક સામે ગુનો નોંધેલ છે.

આ કામગીરી ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. આઇ.બી. વલવી તથા કેહાભાઇ મગનભાઇ મકવાણા, વલ્લભભાઇ ખટાણા તથા  સરદારસિંહ બારડ, આલાભાઇ રોજીયાએ કરી હતી.

 

 

Print