www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચોટીલાની 14 વર્ષની પ્રિયા રાઠોડની રાજ્ય કક્ષાએ કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલની હેટ્રિક


સાંજ સમાચાર

ચોટીલા,તા.24
તાજેતરમાં દેવગઢ બારીયા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં અન્ડર 14 માં કુસ્તી સ્પર્ધામાં પ્રિયા માત્રાભાઇ રાઠોડ પ્રથમ ક્રમે વિજેતા બની ગોલ્ડ મેડલ જીતી ગૌરવશાળી બનેલ હતી

ચોટીલાનાં મેવાસા (સુ) ગામની વતની હાલ જુનાગઢનાં ચાપરડા ખાતે ધો. 8 માં અભ્યાસ કરે છે એક વર્ષમાં રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં પ્રથમ વિજેતા બની ત્રણ ગોલ્ડ મેડલ તેમજ એક બ્રોન્ઝ મેડલ મેળવી પંથક, ગામ અને સમાજનું ગૌરવ બનેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નાનકડા ગામમાંથી અને રબારી સમાજ માંથી એક દિકરી તરીકે અભ્યાસ સાથે કુસ્તી જેવી સ્પર્ધામાં રાજ્ય, નેશનલ કક્ષા સુધી ભાગ લેવા તૈયાર કરનાર અને સતત માર્ગદર્શક અને કોચની ભૂમિકા ભજવનાર નયના રાણે, સંજય યાદવ, વશરામ કોળી અને ભુષણ યાદવનો સિંહફાળો રહેલ છે. 

Print