www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ: 50 થી વધુ કાર્યકરોની અટકાયત


◙ અગ્નિકાંડની માસીક પુણ્યતિથિએ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ બંધના એલાનમાં કાર્યકરો ખુલ્લી રહેલી દુકાનો બંધ કરવા નીકળ્યાં ત્યારે પોલીસે દમનગારી નીતિ અપનાવી:

સાંજ સમાચાર

◙ સવારથી જ મેદાનમાં ઉતરેલી પોલીસે મહિલા સહિતના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કર્યા: કાર્યકર્તાઓને ડિટેઇન કરી અલગ અલગ પોલીસ મથક અને હેડ ક્વાર્ટર લઈ જવાયા: 

◙ કાર્યકરોનો કાલાવડ રોડ બ્લોક કરવાનો પ્રયાસ : પોલીસ સાથે ઝપાઝપી 

રાજકોટ.તા.25
શહેરમાં મોકાજી સર્કલ પાસે આવેલ ટીઆરપી ગેમઝોન થયેલ આગકાંડમાં 27 લોકો જીવતા આગમાં હોમાઈ ગયાં હતાં. 27 ઝીંદગી એટલી હદે સળગી ગઈ હતી કે તેની ઓળખ મેળવવા પરિવારજનોના ડીએનએ લેવામાં આવ્યાં હતાં અને બાદમાં મૃતક કોણ છે તેની ઓળખ થઈ હતી. જ3 ઘટનાથી રાજકોટ સહિત ગુજરાતભરમાં શોક સાથે રોષ ફેલાયો હતો.

આગકાંડને એક માસ પુરુ થતાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને સફળ પણ થયું હતું. કોઈ જગ્યાએ ખુલ્લી રહેલ દુકાનો બંધ કરાવવા ગયેલ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસે દમનકારી નીતિ અપનાવી 50 થી વધું કોંગ્રેસી કાર્યકર્તાઓની ટીંગા ટોળી કરી અયકાયત કરવામાં આવી હતી.

આજે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ બંધમાં શહેરમાં અલગ અલગ જગ્યાએ પોલીસના ઘાડે-ધાડા ઉતારી દેવામાં આવ્યાં હતાં. વ્હેલી સવારથી જ શહેરીજનોએ પણ સાથ સહકાર આપી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિ હતી. પરંતુ જે-જે જગ્યાએ દુકાનો સહિતના ધંધાર્થીઓ પોતાના ધંધા ખુલ્લા રાખી બેઠાં હતાં તેઓને વિનંતી કરી બંધ કરવા નીકળેલા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓને પોલીસે અટકાવી ઘર્ષણ પર ઉતરી આવી હતી.

જેમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ યાજ્ઞિક રોડ, પેલેસ રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ફરી ધંધા ખુલ્લી રાખી બેઠેલાં વેપારીઓને સમજાવી દુકાનો બંધ કરવાં માટે વિનંતી કરી રહ્યાં હતાં ત્યારે પોલીસ ત્રાટકી હતી અને ઘર્ષણ પર ઉતરી આવી હતી. કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે આવેલ નકલંક હોટલ નજીક જ્યારે કાર્યકર્તાઓ દુકાનો બંધ કરાવવા વિનંતી કરી રહ્યાં.

ત્યારે માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈ સહિતનો પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને મૃતક આશાબેન કાથડના ભાઈ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી કરી હતી અને બાદમાં મૃતક આશાબેનના ભાઈ કમલેશભાઈ સહિતના 50 લોકોને ટીંગટોળી કરી પોલીસ વાનમાં બેસાડી અયકાયત કરવામાં આવી હતી અને અયકાયત કરેલ લોકોને અલગ અલગ પોલીસ મથક અને હેડ ક્વાર્ટરમાં લઇ જવાયા હતાં.

મહિલા કાર્યકર્તાએ પોલીસ વાન પર ચડી વિરોધ દર્શાવ્યો 
અગ્નિકાંડની માસિક પુણ્યતિથિએ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ રાજકોટ બંધના એલાનમાં મહિલા કાર્યકર્તાઓ જોડાયા હતાં. જેમાં કાલાવડ રોડ પર દુકાનો બંધ કરવા નીકળેલા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ મહિલા કાર્યકર્તા પોલીસ વાન પર ચડી જઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જે બાદ પોલીસે મહિલા પોલીસને બોલાવી મહિલા કાર્યકર્તાની પણ ટીંગાટોળી કરી અયકાયત કરવામાં આવી હતી.

સ્વામિનારાયણ ચોકમાં 10 કાર્યકરોની અટકાયત
રાજકોટ: અગ્નિકાંડની પ્રથમ માસિક તિથિએ કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન અપાયું હોય કાર્યકરો ખુલી ગયેલી દુકાનો વિનંતી કરી બંધ કરાવતા હતા.તે સમયે પોલીસે આવી કોંગ્રેસ આગેવાન પ્રભાતભાઈ ડાંગર, કમલેશભાઈ કોઠીવાર, અશ્વિનભાઈ બકુત્રા, કરશનભાઈ મુછળીયા, ઉપરાંત એનએસયુઆઈના કાર્યકરો સહિત 10 લોકોની અટકાયત કરી માલવીયાનગર પોલીસ મથકે લઈ જવાયા હતાં.
(તસ્વીર: પંકજ શીશાંગીયા)

Print