www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉનાળામાં શરીરમાં ડિહાઇડ્રેશન(શરીરમાંથી પાણી ઘટી જવું)થી બચાવે છે

નારીયેળ પાણી માત્ર શરીરને તાજુ જ નથી કરતું પણ બીપીને પણ નિયંત્રણમાં રાખે છે


સાંજ સમાચાર

નારીયેળના પલ્પમાં રહેલા કુદરતી તત્વોમાં એન્ટીઓકસીડેન્ટ હોય છે 

નારીયેળ પાણી માત્ર ગરમીથી રાહત આપતું નથી. પરંતુ તે ઘણી બીમારીઓને દુર પણ રાખી શકે છે. નારીયેળ એક એવું ફળ છે જે તમારા સ્વાસ્થ્ય અને સુંદરતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ એક ફળમાં એટલા બધા ગુણ છે કે તે તમને કેન્સરના જોખમથી પણ બચાવી શકે છે. 
►તમને આ પોષક તત્વો મળશે

નારીયેળ પાણીમાં એનર્જી, પ્રોટીન, ગુડ ફેટ, કાર્બોહાઇડ્રેટસ, ફાઇબર, આયર્ન, વિટામીન એ, વિટામીન સી અને ફેટી એસિડ હોય છે. તેના સેવનથી તમારા શરીરમાં ઘણા જરૂરી પોષક તત્વોનો ઉણપ પુરી થાય છે.

►નારીયેળ કેવી રીતે ઉપયોગી છે

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ અનુસાર, ઉનાળામાં નારીયેળ પાણીનું સેવન કરવાથી તમે હાઇડ્રેટ રહે છે અને શરીરને ડિહાઇડ્રેશનથી પણ બચાવે છે. સ્વાસ્થ્ય માટે તમે નારીયેળ પાણી સિવાય અન્ય ઘણા સ્વરૂપોમાં નારીયેળ લઇ શકો છો. ઉદાહરણ તરીકે તમે તેને કાચા નારીયેળ ડ્રાય ફ્રુટસ સાથે તથા સુકા નારીયેળ, નારીયેળના દૂધના રૂપ લઇ શકો છો,  પરંતુ આ બધામાં સૌથી વધુ ફાયદાકારક છે નારીયેળ પાણી.

►ડિહાઇડ્રેશનની સારવાર

નારીયેળ પાણીનું સેવન કરવાથી ડિહાઇડ્રેશનથી બચી શકાય છે. ઉનાળામાં દરરોજ સવારે તેનું સેવન કરવું શરીર માટે ફાયદાકારક તમે તેને વર્કઆઉટ પછીના પીણા તરીકે પી શકો છો. નારીયેળ પાણીમાં જોવા મળતા પ્રાકૃતિક તત્વો તમને તાજગી અને ઉર્જા આપે છે. જે તમારા શરીરને તાજગી આપે છે.

►કેન્સરના જોખમમાં ઘટાડો

નારીયેળના પલ્પમાં ફિનોલિક કમ્પાઉન્ડ હોય છે. જે એક પ્રકારનું એન્ટીઓકિસડન્ટ છે. નારીયેળ પાણીમાં ાજેવા મળતા આ ઉચ્ચ એન્ટી-ઓકિસડન્ટસ તમારા શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે અને કેન્સરનું જોખમ પણ ઘટાડે છે.

►પાચન ઝડપી થશે

નારીયેળ પાણીમાં જોવા મળતા આંતરિક તત્વો તમારી પાચન તંત્ર માટે સારા છે. નારીયેળનું પાણીમાં લગભગ 9 ટકા ફાઇબર પણ હોય છે. જે પેટની સમસ્યાઓને શાંત કરવામાં મદદ કરે છે અને કબજિયાતમાં પણ રાહત આપે છે.

►બ્લડપ્રેશરને નિયંત્રિત કરો

નારીયેળના પાણીમાં એન્ટી-થ્રોમ્બોટિક ગુણો જોવા મળે છે. જે એન્ટી-થ્રોમ્બોટિસને કારણે નાસોમાં લોહી જમા થતું અટકાવે છે. ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે નારીયેળ પાણી હાઇ બ્લડપ્રેશરને નિયંત્રીત કરી શકે છે. આ સિવાય નારીયેળ પાણીમાં પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે, જે બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

►હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થશે

નારીયેળ પાણીમાં લિપિડ એટલે કે ચરબી ખુબ ઓછી હોય છે. આવી સ્થિતિમાં તે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રીત કરે છે. જે હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. ડોકટરો પણ હૃદયના દર્દીઓને નારીયેળ પાણીનું સેવન કરવાની સલાહ આપે છે. 

 

Print