www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ-કાનાલુસ રેલ્વે લાઇનના પ્રોજેક્ટ માટે સંપાદિત વધારાની

10 હજાર ચોરસ મીટર જમીન માટે પડધરી, હડમતીયા અને પરાપીપળીયાના 30 ખાતેદારોને રૂા.1.25 કરોડનું વળતર ચૂકવાયું


રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી ચક્રવર્તી દ્વારા આગળ વધારાતી કામગીરી

સાંજ સમાચાર

રાજકોટ, તા.23
રાજકોટ-કાનાલુસ રેલવે લાઇનના ડબલીંગ પ્રોજેક્ટ માટે સંપાદિત વધારાની જમીન 10 હજાર ચો.મી. જમીન માટે રાજકોટ જિલ્લાના પડધરી, હડમતીયા અને પરાપીપળીયાના 30 જેટલા ખેડૂત ખાતેદારોને આજે રૂા.1.25 કરોડનું વળતર  રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી ચક્રવર્તી દ્વારા ચૂકવવામાં આવેલ છે. 

અહીં ઉલ્લેખનીય છે કે, મહત્વાકાંક્ષી આ રેલ્વે પ્રોજેક્ટ અગાઉ રાજકોટ ગ્રામ્યના તત્કાલીન પ્રાંત અધિકારી વિવેક ટાંક દ્વારા જમીનની સંપાદન કામગીરી કરી રેલ્વે વિભાગને સોંપી દીધી હતી પરંતુ રેલ્વે વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ માટે વધારાની જમીનની માંગણી કરાતા આ અંગે કામગીરી આગળ વધારવામાં આવી હતી. 

જેમાં પડધરી, હડમતીયા અને પરાપીપળીયાના 30 જેટલા ખેડૂત ખાતેદારોની 10 હજાર ચો.મી. જમીન આ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલ છે. આ જમીનનું 1.25 કરોડનું વળતર આજે રૂરલ પ્રાંત અધિકારી ચક્રવર્તી દ્વારા ખેડૂત ખાતેદારોને ચૂકવવામાં આવેલ હતું. 

Print