www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિસાવદરનાં ભલગામની સીમમાં ખનીજ ચોરો સામે ફરિયાદ


જુનાગઢમાં મકાન બાબતે મહિલાને ઢસડી મુંઢ માર માર્યાની રાવ

સાંજ સમાચાર

જુનાગઢ તા.22
વિસાવદરના ભલગામની સીમમાંથી ખનીજ ચોરી લઈ ગયાની રૂા.21216ની બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. વિસાવદરનાં ભલગામ ગામની સીમમાંથી ખનીજ ચોરી અંગેની અગાઉ ફરિયાદ નોંધાઈ હતી જેમા રૂા.21216ની ખનીજ ચોરી વળતરની ફરિયાદ નોંધાઈ છે. વિસાવદરથી 22 કી.મી. દુર ભલગામ ગામની સીમમાં ગત તા.16-3-24થી 21-5-24 દરમ્યાન આરોપીઓ હાથી બાવકુ વસીયા અને ભવદીપ હાથી બસીયા પિતા-પુત્રની સામે ત્રણ ઢગલા સીઝ ખનીજન કરવામાં આવેલ જેની ખનીજ વિભાગે ગણતરી કરી તેમજ પર્યાવરણને નુકશાન સહિત કુલ રૂા.21216ની ખનીજ ચોરી કર્યાની ફરિયાદ ગઈકાલે નોંધાતા વિસાવદર પીએસઆઈ સુમરાએ તપાસ હાથ ધરી છે.

મહિલાને ઢસડી
એ ડીવીઝનના પીશોરીવાળા ફળિયામાં મસ્જીદના સામેના ભાગે રહેતા નગ્માબેન રીઝવાનખાન (ઉ.25) અને આરોપીઓ વચ્ચે મકાન બાબતનો વાંધો ચાલતો હોય તે બાબતે આરોપીઓ સાબેરાબેન ફીરોઝખાન પઠાણ, સોહીલખાન ફીરોઝખાન પઠાણ અને મોહીનખાન ફીરોઝખાન પઠાણ રે. પીશોરીવાળાઓએ બાવળુ પકડી સીડી પરથી ઢસડી ઢોર માર મારી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

આપઘાત
ભેંસાણના બામણગઢ ગામે રહેતા કમુબેન ભીખુભાઈ રાવતભાઈ ખુમાણ (ઉ.70)ને 10 વર્ષથી બન્ને પગમાં દુ:ખાવો હોય જેની દવા ચાલુ હોય તેનાથી કંટાળી જઈ એસીડ પી લેતા સારવાર દરમ્યાન મોત નોંધાતા ભેંસાણ પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Print