www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલમાં યુવાનને ત્રણ શખ્સોએ મારમારી હડધૂત કરતા ફરિયાદ


એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરતી પોલીસ

સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.24
ગોંડલના સેન્ટ્રલ ચોકમાં રમકડાં ખરીદવાની તારી ઔકાત નથી કહીં યુવાનને ત્રણ શખ્સોએ મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં ગોંડલ પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે ગોંડલના ભગવતપરા ગેઇટ વાળી શેરીમાં રહેતાં સંજયભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગૌરવ સિંધી અને બે અજાણ્યાં શખ્સનું નામ આપતાં ગોંડલ સીટી પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છુટક મજુરી કામ કરે છે. ગઇ તા.21/05/2024 ના સાંજના સમયે તેઓ તેમની પત્ની અને પુત્ર સાથે ગામમાં એક્ટીવા લઇ ખરીદી કરવા ગયેલ હતા. તેઓ સેન્ટ્રલના ચોકમાં પહોચતા તેમના દીકરા માટે રમકડા લેવા હોય જેથી આરઝુ કોલ્ડ્રીંક્સની દુકાનની બાજુમાં રમકડાની દુકાને રમકડા લેવા જતા ત્યાં રમકડાની દુકાનમા ગૌરવ સિંધી અને તેની સાથેના બીજા બે અજાણ્યા શખ્સો બેઠેલ હતાં.

તેઓએ તેને રમકડાના ભાવ પુછતા તેણે કહેલ કે, તારી ઓકાત નથી તુ અમારી દુકાનેથી બહાર નીકળ કહીં ગૌરવે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં તેમને કહેલ કે, તું મારી જ્ઞાતી વીસે ના બોલતો તો ગૌરવે ત્યાં પડેલ લોંખડનો પાઇપ ઉપાડી ઝીંકી દિધો હતો અને તેની સાથે રહેલ બીજા શખ્સોએ કાચની બોટલ મારી ધક્કો મારી પછાડી દીધેલ હતાં.

ત્રણેય શખ્સોએ ગાળો આપી ધક્કા મારી દુકાનમાંથી બહાર કાઢેલ હતાં. બાદમાં તેઓને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. 

Print