www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધ્રાંગધ્રામાં NCCના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા કેમ્પનું સમાપન : શ્રેષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓ સન્માનિત


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 23
ધ્રાંગધ્રામાં NCCના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા કેમ્પનું સમાપન, બેસ્ટ પરફોર્મન્સ કરનારા વિદ્યાથીઓને મેડલ આપીને સન્માનિત કરાયા. 26 ગુજરાત બટાલિયન દ્વારા એન.સી.સી.ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના વિવિધ જીલ્લામાંથી 500થી વધુ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી હતી.સાથે અધિકારીઓ દ્વારા જેમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

 દસ દિવસના કેમ્પમાં આવેલા વિધાર્થીઓને શારીરિક રીતે ફિટનેસ માટે યોગા, સૂર્ય નમસ્કાર, તેમજ વિવિધ રમતો જેમ કે, ખોખો, ફૂટબોલ રમાડવામાં આવી હતી સાથે સાયબર ક્રાઈમ સામે કેવી રીતે સાવચેત રહેવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, મહિલાઓ કેવી રીતે આગળ આવે તે માટે મહિલા અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દસ દિવસીય આ કેમ્પના સમાપન પ્રસંગે ક્લચર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં દેશભકિત ,એકતા તેમજ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અને અંતમાં બેસ્ટ પરફોર્મન્સ કરનારા વિદ્યાથીઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Print