www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાહુલ ગાંધીનાં નિવેદન વખોડતા ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ: તમામ હિન્દુઓની માફી માંગે


સાંજ સમાચાર

ગાંધીનગર,તા.2
ગઇકાલે લોકસભામા વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંઘીએ પોતાનુ ભાષણ આપ્યુ હતું. રાહુલ ગાંઘીએ નિવેદન કર્યુ હતું કે, જેઓ પોતાને હિન્દુ કહે છે તેઓ 24 કલાક હિંસા, હિંસા, હિંસા ઇચ્છે છે, જુઠ્ઠાણા ફેલાવે છે,તેઓ હિન્દુ નથી.

આ વિવાદસ્પદ નિવેદન અંતર્ગત પ્રદેશ કાર્યાલય કમ્લમ ખાતે પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલ,પ્રદેશના મુખ્ય પ્રવકતા યમલભાઇ વ્યાસ તેમજ પ્રદેશ મીડિયાના સહ ક્ધવીનર ઝુબિનભાઇ આશરાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી કોંગ્રેસના નેતા રાહુલ ગાધીના નિવેદનને વખોડ્યુ હતું.

પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે જણાવ્યું કે, ગઇકાલે રાહુલ ગાંધીએ સંસદમા નિવેદન કરતા જણાવ્યું કે, દેશમા હિન્દુ હિંસા કરી રહ્યો છે આ પ્રકારની વાત કરી દેશના હિન્દુ સમાજના લોકોનુ અપમાન કરવાનુ કામ રાહુલ ગાંઘીએ કર્યુ છે. હિન્દુ સમાજ સહિષ્ણુ હોય છે અને પોતે અંહિસામા માનતો હોય ત્યારે રાહુલ ગાંઘી દ્વારા હડાહડ જુઠ્ઠુ ફેલાવવાનુ કામ કર્યુ છે.

રાહુલ ગાંઘીએ તેમના નિવેદનમા હિન્દુ સમાજને હિંસક કહ્યો તે ખૂબ ગંભીર બાબત છે. રાહુલ ગાંઘીએ હિન્દુ લોકોની માફી માંગવી જોઇએ. કોંગ્રેસના નેતાઓની પહેલાથી ત્રુષ્ટીકરણની રાજનીતી રહી છે.

લોકસભા ચૂંટણીમા કોઇ ચોક્કસ કોમના લોકોના મત મેળવવાનો જે પ્રયાસ રહ્યો છે તે પણ સફળ થયો નથી. સમગ્ર દેશના લોકો રાહુલ ગાંઘીના આ નિવદેનથી નારાજ છે જેને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સખત શબ્દોમા વખોડે છે. 

Print