www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રવિવારે ભાવનગરમાં માર્ગદર્શન સેમિનારનું આયોજન


સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.24
ACPDC અંતર્ગત ધોરણ-10 પછી પ્રથમ વર્ષ અને ITI/TEB  ના કોર્ષ પછી બીજા વર્ષમાં ડીપ્લોમાં એન્જિનિયરીંગ (CTOD) ના કોર્ષમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા, સંસ્થા અને કોર્ષ અંગેની માહિતી તથા કારકિર્દી ઘડતર અંગેના માર્ગદર્શન અર્થે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન તા.26 રવિવારે સવારે 10.30 થી 12.30 કલાકે સેમીનાર હોલ, સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટીટયુટ(BPTI), વિદ્યાનગર, ભાવનગર ખાતે કરવામાં આવ્યું છે. સંસ્થાના આચાર્ય ડો.એ.એ. પંડયા દ્વારા દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને સેમિનારનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

Print