www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે વાતચીત કરી: ન્યાય માટે આશ્વાસન આપ્યું


સાંજ સમાચાર

રાજકોટ, તા.22

રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાના પડઘા ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પડ્યા છે. 25 જુને આ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ આવી રહી છે. આ પીડિત પરિવારોને ન્યાય અપાવવા કોંગ્રેસ આગેવાનો મેદાનમાં ઉતર્યા છે. તાજેતરમાં તેઓએ ત્રિકોણબાગ પાસે 3 દિવસ આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પીડિત પરિવારો પણ જોડાયા હતા ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ ઘટનાની નોંધ લઇ પીડિત પરિવાર સાથે વાતચીત કરી હતી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી ન્યાય માટે આશ્વાસન આપ્યું હતું. રાહુલ ગાંધીએ શક્તિસિંહ ગોહિલ અને જીજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ પાસેથી વિગત મેળવી હતી. પીડિત પરિવારો ન્યાયની રાહ જોઇ રહ્યા છે ત્યારે તંત્ર માત્ર તપાસ જ કરી રહ્યું છે. પીડિત પરિવારોએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માંગ કરી છે.

 

Print