www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સંસદમાં નીટ મુદે દેખાવો કરતા કોંગ્રેસનાં મહિલા સાંસદ એકાએક બેભાન; હોસ્પિટલ ખસેડાયા


સાંજ સમાચાર

નવી દિલ્હી તા.28
સંસદ ભવનમાં આજે નીટ પરીક્ષા મુદે વિરોધ કરી રહેલા સાંસદોમાં કોંગ્રેસ પાર્ટીનાં રાજયસભાના સાંસદ ફુલો દેવી નેતામ એકાએક બેહોશ થતાં તેને એમ્બ્યુલન્સ મારફત સારવારમાં દવાખાને ખસેડાયા હતા.

સંસદમાં આજે નીટ મુદે વિરોધ કરી રહેલા કોંગ્રેસના સાંસદ ફુલો દેવી નેતામ એકાએક હોલમાં બેભાન થતા સાથી સાંસદોએ તેને સંભાળી તુરંત જ એમ્બ્યુલન્સ બોલાવી આરએમએલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ફુલો દેવીને હોસ્પિટલ લઈ જવાનો વિડીયો સામે આવ્યો હતો જેમાં તેની સાથે ‘આપ’ના સાંસદ સ્વાતી માલીવાલ બેઠેલ હતા.

 

Print