www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાલાવડ રોડ પર કોંગ્રેસ કાર્યકરો પોલીસની બસ પર ચડયા: અટકાયત કરાઈ


સાંજ સમાચાર

 આજે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિએ કોંગ્રેસે અડધો દિવસ બંધ રાખવાનું એલાન કયુર્ં છે. બંધ રાખી મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આજે શાંતિપૂર્ણ બંધ પાળવામાં આવ્યું છે. ત્યારે કાલાવડ રોડ પર કોંગ્રેસના કાર્યકરો પોલીસની બસ પર ચડી ગયા હતા અને બંધ રાખવાનું એલાન કરી રહ્યા હતા. ત્યાં પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

 

Print