www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાગડા બધે કાળા: યુકેના નેતા ભાષામાં મર્યાદા ચૂક્યા

બ્રિટનના ભારતીય મૂળના પીએમ ઋષિ સુનક માટે વિપક્ષોએ ‘પાકી’ શબ્દનો ઉપયોગ કરતા વિવાદ


‘પાકી’ શબ્દ બ્રિટનમાં સ્પેશિયલ ગાળ તરીકે વપરાય છે: ઋષિ સુનક વિપક્ષી નેતાઓથી નારાજ

સાંજ સમાચાર

લંડન (યુ.કે.), તા.1
યુકેમાં કોઈને ‘પાકી’ કહેવું એ રેશિયલ ગાળ સમાન છેયુકેમાં થોડા જ દિવસોમાં સંસદની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકારણીઓ એકબીજા પર કાદવ ઉછાળી રહ્યા છે. યુકેના વડાપ્રધાન અને ભારતીય મૂળના લીડર ઋષિ સુનકનો વિરોધ કરનારાઓ તેમના માટે અપમાનજનક શબ્દો વાપરે છે જેના કારણે સુનક ગુસ્સામાં છે.

યુકેમાં જમણેરી પાર્ટીઓ સુનકને પાકિસ્તાની કહીને બોલાવે છે જેનાથી સુનક બહુ નારાજ થયા છે. યુકેમાં કોઈને ‘પાકી’ કહેવું એ રેશિયલ ગાળ સમાન છે અને એક વીડિયોમાં જોવા મળ્યું કે કેટલાક વિરોધીએ સુનક માટે આ શબ્દ વાપરે છે.યુકેમાં આ વખતે રિફોર્મ યુકે પાર્ટી ચર્ચામાં છે જેણે ઋષિ સુનક પર હુમલો કર્યો છે.

નાઈજલ ફરાજની સપોર્ટર રિફોર્મ યુકે પાર્ટીના નેતાઓ ઋષિ સુનકને ‘પાકી’ કહીને બોલાવે છે. સાઉથ એશિયાના લોકોને પસંદ કરતા ન હોય તેવા તત્વો ઘણી વખત અપમાનજનક રીતે ‘પાકિ’ શબ્દનો ઉપયોગ કરે છે.

ઋષિ સુનકની પુત્રીઓ ક્રિષ્ના અને અનુષ્કા હાજર હતી ત્યારે તેમની સામે જ ‘પાકી’ શબ્દનો ઉપયોગ કરાયો હતો. ઋષિ સુનક યુકેમાં પ્રથમ વખત માઈનોરિટી વંશમાંથી આવતા વડાપ્રધાન બન્યા છે. તેમણે પોતાના માટે ’પાકી’ શબ્દનો ઉપયોગ થયો તેની સામે વાંધો ઉઠાવતા કહ્યું કે મને લાગી આવ્યું છે. તેનાથી મને ગુસ્સો આવે છે. હું એ શબ્દોને રિપિટ કરવા નથી માગતો. આ બહુ જાણી જોઈને શબ્દો વાપરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે તમે જ્યારે રિફોર્મ પાર્ટીના ઉમેદવારો અને કેમ્પેઈનર્સને જુઓ ત્યારે તેઓ કોઈ પણ જાતની ચેલેન્જ વગર બહુ રેસિસ્ટ અને હલકી કક્ષાની ભાષાનો ઉપયોગ કરતા હોય છે. તેઓ બહુ ખરાભ ભાષામાં પોતાના અભિપ્રાય આપે છે. તેના પરથી તમને રિફોર્મ પાર્ટીમાં કેવું કલ્ચર છે તેનો ખ્યાલ આવી જશે.રિફોર્મ યુકે પાર્ટીના નેતા ફરાજે પણ આવી ટિપ્પણીનો વિરોધ કર્યો હતો અને તેમણે કહ્યું કે જેણે પણ આવી કોઈ કોમેન્ટ કરી હોય તેની સાથે હું સહમત નથી. તેમણે આવી ટિપ્પણીથી પોતાની જાતને દૂર રાખી છે. 

Print