www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત ન.પા.માં ફરજ બજાવતા

કોન્ટ્રાકટ બેજના કર્મચારીને જનરલ ટ્રેનિંગમાં મોકલવામાં આવતા વિવાદનો વંટોળ: ચર્ચા


કાયમી કર્મચારીઓના સ્થાને કોન્ટ્રાકટ બેજનો કર્મચારી ટ્રેનિંગમાં પહોચ્યો: પાલિકાની ઘોરબેદરકારી સામે નારાજગી

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.23
અંધેરી નગરી અને ગાંડું રાજા જેવો નગરપાલિકા નો વહીવટ છે થોડા દિવસ પેહલા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા પાંચ કર્મચારીઓને મહાનગરપાલિકા થતી હોય તેના માટે જનરલ ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા તેમાં કાયમી કર્મચારી સાથે અન્યાય થયો છે એમાં એવું છે કે એન્યું એલ એમના કર્મચારી હિતેશ રામાનુજ જે એબી એન્ટરપ્રાઇઝ એજન્સીનો કર્મચારી છે તેને જનરલ ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યો આ કેટલા અંશે વ્યાજબી કહેવાય એની સામે અનેક કાયમી કર્મચારીઓ જેવો મહાનગરપાલિકાનો અનુભવ એમને કરવાનો છે.

 ટ્રેનિંગ એમને લેવાની છે તેઓ કાયમી કર્મચારી છે એવા અનેક કર્મચારીઓને છ વર્ષથી 15 વર્ષ સુધીની નોકરી બાકી છે તેવા કર્મચારીઓને પડતા મૂક્યા અને આવા પોતાના માનીતા  કર્મચારીને ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યો આ કેવી રીતે ચાલે મહાનગરપાલિકામાં એન્યુ એલ એમ અને નગરપાલિકાનું બંનેનું સરખું જ હોય તેમાં કોઈ ટ્રેનિંગ લેવાની જરૂર નથી તેમાં બંનેમાં સરખું જ છે તો આવા એજન્સીના કર્મચારીને મોકલવાની શું જરૂર હતી?

 કેમ કોઈએ વિરોધ ન કર્યો આવી રીતે કર્મચારીમાં શરૂ થયો છે કાયમી કર્મચારીઓ પડ્યા રહ્યા અને આવા એજન્સીના કર્મચારીને ટ્રેનિંગ આપવામાં આવે છે  ખરેખર ગાંધીનગર ખાતેથી એવો જ આદેશ થવો જોઈએ કે કાયમી કર્મચારીઓના જ ઓર્ડર નીકળવા જોઈએ.

 

Print