www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બાબુ લાઈમ તથા હરિભાઈ ચૌહાણ પરિવારના આર્થિક સહયોગથી પોલીસ હેડકવાર્ટરમાં બનેલ કોપર એલીગેન્સ સરોવરનું લોકાર્પણ કરાયું


સાંજ સમાચાર

રાજકોટ, તા.22
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 11,111 ચેકડેમો તૈયાર કરવાનો તેમજ બોરરી ચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં 10 થી વધુ ચેકડેમો તથા 28 થી વધુ બોર રિચાર્જ થયા છે. 
જેનાથી શહેરમાં વરસાદી પાણીથી ભૂગર્ભ ની જળસપાટી 1500 થી 2500 ફૂટ ઉડાય સુધી ખારું તુરુ અને કડછુ પાણી છે તેના બદલે વરસાદી મીઠા પાણી ના તળ ખુબજ ઉંચા આવશે. જેથી લોકોના આરોગ્યમાં સુધારો થશે અને પર્યાવરણનું જતન થશે તો શહેરની અંદર દરેક વોકળામાં ગંદા પાણી બંધ કરી અને વરસાદી શુદ્ધ પાણી રોકવા માટે 125 થી વધુ ચેકડેમ બને તેમ છે તો તાત્કાલિક વોકળા માંથી દબાણ દુર થાય તો સરસ મજાના લોકભાગીદારીથી ચેકડેમ તૈયાર થાય અને પાણી પ્રશ્ન દુર થાય. રાજકોટ કોપર એલીગ્નસ સરોવરનું બાબુ લાઈમ (લુણાગારીયા)પરિવાર તથા હરિભાઈ ચૌહાણ પરિવારના આર્થિક સહયોગથી પોલીસ હેડકવાટરમાં બનેલ કોપર એલીગેન્સ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, અમુભાઈ ભારદીયા, વિરાભાઈ હુંબલ, ગોપાલભાઈ બાલધા, કોપર એલીગેન્સના પ્રમુખ મકવાણા ભાઈ ,બાબુ લાઈમ (લુણાગારીયા પરિવાર), મિતલભાઈ ખેતાણી, હરિભાઈ ચૌહાણ પરિવાર, સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Print