www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોસ્મેટિક સર્જરી શોખીન ફેટિશે રૂા.52 લાખ ખર્ચ્યા અને કદરૂપો ચહેરો બની ગયો!!: હવે શું??


સાંજ સમાચાર

ઓસ્ટ્રીયા: યુવાન અને સુંદર દેખાવા માટે ઘણા લોકો કોસ્મેટિક સર્જરી કરાવતા હોય છે. જો કે ફિલર્સ અને બોટોક્સનો વધુ પડતો ઉપયોગ કરવાથી નુકસાન વેઠવાનો વારો પણ આવી શકે છે. યુરોપીયન દેશ ઓસ્ટ્રિયાની એક મહિલાને બોટોક્સ અને ફિલર્સની એવી લત લાગી ગઇ છે કે તેણે અત્યાર સુધીમાં લગભગ બાવન લાખ રૂપિયા કોસ્મેટિક સર્જરી પાછળ ખર્ચી નાખ્યા છે. ફેટિશ બાર્બી નામથી ફેમસ આ યુવતીએ કબલ્યું છે કે બોટોક્સના વધુ પડતા ઉપયોગથી તેના હોઠ અનેક ગણા ભરાવદાર અને ગાલ તીક્ષ્ણ થઇ ગયા છે, પણ તેને આ સર્જરીનું 100 ટકા વ્યસન થઇ ગયું છે. તેના હોઠ સામાન્ય વ્યકિત કરતાં ત્રણ ગણા મોટા થઇ ગયા છે અને તે આનાથી પણ મોટા હોઠ મેળવવા માટે સર્જરી કરાવશે.

આ યુવતી ટીનેજથી જ ડાર્ક મેકઅપની શોખીન હતી અને કોઇ આકર્ષક મોડલ જેવી દેખાવા માગતી હતી. ધીમે ધીમે તેણે કરચલીથી છૂટકારો મેળવવા આખા ચહેરા પર બોટોક્સ કરાવ્યું હતું. આ ફેટિશ બાર્બીનું લક્ષ્ય પણ વિચિત્ર છે. તે સર્જરી ભલે કરાવે પણ કોઇ બીજા જેવી દેખાવા નથી માગતી અને વધારે પ્લાસ્ટીક લુક મેળવવા માગે છે. તેનું કહેવું છે કે તે ભલે ઢીંગલી જેવી દેખાઇ, પણ લોકોએ તેને એક વસ્તુ નહીં, વ્યકિત તરીકે સ્વીકારવી જોઇએ.

Print