www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

છેતરપીંડીના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર કરતી કોર્ટ


સાંજ સમાચાર

રાજકોટ,તા.27
શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં  આઈપીસી કલમ 406,420,419, 120 (બી) મુજબની ફરીયાદ રાજેશભાઈ જયંતીભાઈ વિડજાએ આરોપી સબ્યાસાચી ચીતરંજન ગીરી (રહે.પશ્ર્ચિમ બંગાળ) સામે આપેલી. આરોપીએ ફરીયાદીના બહેન મોનાલી મિશ્રાનો સોશ્યલ મીડીયામાં વ્હોટસ એપ્સ દ્વારા કોન્ટેક કરી શેર બજારમાં રૂપિયાનું રોકાણ કરાવી વધુ નફો અપાવવાની લાલચ આપી, કટકે કટકે રૂ।5,91,000/-બેંક ટ્રાન્જેકશન દ્વારા મેળવી તેમની પાસેથી આરોપીએ કાવતરૂ રચીને પોતે એન્જલ બ્રોકીંગમાં હોવાની ખોટી ઓળખ આપીને વધુ રૂપિયાના નફા સાથે પરત અપાવવાની લાલચ આપી, રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ રકમ પરત ન કરી છેતરપીંડી કરી ગુન્હો આચરેલ.આરોપીની ધરપકડ કરી જેલ હવાલે આરોપીએ પોતાને જામીન ઉપર મુકત કરવા માટે જામીન અરજી ગુજારતા કેસની હકીકત બચાવ પક્ષની રજુઆતો, ધ્યાને લઈ, જો ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ જે.એન.ઠકકરે આરોપીને રૂ।0,000ના શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીના બચાવ પક્ષે ધારાશાસ્ત્રી ચીમનભાઈ ડી સાંકળીયા અતુલભાઈ એમ બોરીચા, પ્રકાશભાઈ એ.કેશુર, વિજયભાઈ એલ.સોંદરવા, શૈલેષભાઈ વકાતર, સોનલબેન સોંદરવા, મુકેશભાઈ જાની, રણજીતભાઈ તથા આસીસ્ટન્ટ તરીકે નિકુંજ સી. સાંકળીયા, ઉદયભાઈ ચાંઉ, લલીતભાઈ સી.બારોટ વગેરે રોકાયેલા હતાં.

Print